કેરેટ ઍન્ડ કેબેજ હાઇ ફાઇબર ચટની ઓપન ટોસ્ટ | Carrot and Cabbage High Fibre Chutney Open Toast
તરલા દલાલ દ્વારા
Added to 80 cookbooks
This recipe has been viewed 9099 times
ગાજર અને કોબી જ્યારે સાથે વાપરવામાં આવે છે ત્યારે તેના વિરોધાભાસી રંગ ને કારણે તેમનું મિશ્રણ મોહક અને આકર્ષક લાગે છે. પ્રસ્તુત છે, આ અજોડ જોડી અને ફાઇબરથી ભરપૂર સ્વાદિષ્ટ ચટણીમાંથી બનેલ એક ભપકાદાર સૅન્ડવિચ. તેમાં રહેલા ફાઇબરથી ભરપૂર એવા શાક અને ઘઉંના બ્રેડને લીધે પેટ જલ્દી ભરાય જાય છે અને લાંબા સમય સુધી ભુખ નથી લાગતી. જો તમે આગલી રાત્રે ચટણી બનાવી રાખશો તો તમને સવારના નાસ્તામાં આ સૅન્ડવિચ બનાવવી સરળ બને છે.
Method- એક બાઉલમાં હાઇ ફાઇબર ચટણી, કોબી, ગાજર અને મીઠું મેળવી સારી રીતે મિક્સ કરી બાજુ પર રાખો.
- હવે ઘઉંના બ્રેડની બે સ્લાઇસને એક સીધી સપાટી પર મૂકી, ઉપર બનાવેલ મિશ્રણનો એક ભાગ તેની પર એકસરખો પાથરો.
- એક નૉન-સ્ટીક તવાને ગરમ કરી તેની પર ૧/૪ ટીસ્પૂન તેલ ચોપડો. હવે ઉપર બનાવેલ સૅન્ડવિચને તવા પર એવી રીતે મૂકો કે મિશ્રણ મૂકેલી બાજુ નીચેની તરફ આવે. હવે ૧/૪ ટીસ્પૂન તેલની મદદથી સૅન્ડવિચને બન્ને બાજુએથી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લો.
- રીત ક્રમાંક ૨ અને ૩ પ્રમાણે બાકીની સૅન્ડવિચ બનાવી લો.
- દરેક સૅન્ડવિચને ૪ સરખા ત્રિકોણાકારમાં કાપી તરત જ પીરસો.
Other Related Recipes
Accompaniments
કેરેટ ઍન્ડ કેબેજ હાઇ ફાઇબર ચટની ઓપન ટોસ્ટ has not been reviewed
1 FAVOURABLE REVIEW
The most Helpful Favourable review
Reviewed By
Mruga D,
September 09, 2014
Good idea of using chutney for the breakfast....this recipe is very easy to make and full of nutrients...
See more favourable reviews...
No critical reviews posted for this recipe
You are not signed in. To post a recipe review note requires you to
Sign In to your account
Rate this recipe
Review this recipe (optional)
You are not signed in. To post a private recipe note requires you to
Sign In to your Gold or Silver account
Add your private note to this recipe