આઇસ્ડ કોફી મૉકા ની રેસીપી | Iced Coffee Mocha
તરલા દલાલ દ્વારા
Added to 133 cookbooks
This recipe has been viewed 3352 times
આ તાજગીભરી આઇસ્ડ કોફી મૉકા કોફીમાં પ્રખ્યાત સુગંધી કોફીની સાથે કોકોના મજેદાર મેળવણ વડે તૈયાર થાય છે. ઘણા લોકો આ કોફીમાં બધી વસ્તુઓ એક સાથે મેળવીને તેને તૈયાર કરી લે છે, પણ જો તેની ખરેખર મજેદાર સુવાસ માણવી હોય, તો તમારે કોકો અને દૂધનું મિશ્રણ તથા કોફી અને પાણીનું મિશ્રણ અલગથી તૈયાર કરીને તેને બરફના ટુકડાઓ પર રેડી આ રેસીપી મુજબ બનાવી જોઇએ. જ્યારે તમે આ રીતે કોફી બનાવશો, ત્યારે તમને એક નવો આનંદ અનુભવવા મળશે તેની મને ખાત્રી છે.
Method- આઇસ્ડ કોફી મૉકા ની રેસીપી બનાવવા માટે, એક બાઉલમાં કોકો પાવડર, કેસ્ટર સુગર અને ૧/૪ કપ ગરમ પાણી મેળવી સારી રીતે મિક્સ કરી લો.
- તે પછી તેમાં દૂધ મેળવી સારી રીતે મિક્સ કરી બાજુ પર રાખો.
- બીજા એક બાઉલમાં ૧/૪ કપ ગરમ પાણીમાં કોફી પાવડર મેળવી સારી રીતે મિક્સ કરી લો.
- પીરસતા પહેલા, એક લાંબા ગ્લાસમાં ૧૦ બરફના ટુકડા મૂકી તેની પર અડધો ભાગ કોકો-દૂધનું મિશ્રણ અને અડધો ભાગ કોફી-પાણીનું મિશ્રણ રેડી સારી રીતે મિક્સ કરી લો.
- રીત ક્રમાંક ૪ મુજબ બીજો એક ગ્લાસ તૈયાર કરો.
- તરત જ પીરસો.
Other Related Recipes
Accompaniments
આઇસ્ડ કોફી મૉકા ની રેસીપી has not been reviewed
Tried this recipe?. Post a review! Let everyone know how it turned out.
No critical reviews posted for this recipe
You are not signed in. To post a recipe review note requires you to
Sign In to your account
Rate this recipe
Review this recipe (optional)
You are not signed in. To post a private recipe note requires you to
Sign In to your Gold or Silver account
Add your private note to this recipe