કેનેલોની | Cannelloni
તરલા દલાલ દ્વારા
कैनलोनी - हिन्दी में पढ़ें (Cannelloni in Hindi)
Added to 258 cookbooks
This recipe has been viewed 3966 times
કેનેલોની | cannelloni in gujarati |
કેનેલોની એ હોમમેઇડ પાસ્તા છે, સામાન્ય રીતે મેંદો અને ચોખાના લોટની સાથે ચીઝથી સુશોભન કરી બનાવવામાં આવે છે. પણ આ સ્વાદિષ્ટ મુખ્ય ભોજનને તંદુરસ્ત ૨૦૭-કેલરીનું સંસ્કરણ બનાવવા માટે ઘઉંનો લોટ અને ઓછી કેલરીવાળા મોઝઝેરેલા ચીઝથી તૈયાર કરવામા આવ્યું છે.
કેનેલોની શીટ, પાલક અને ઓછી ચરબીવાળા પનીરથી ભરેલી, એક વિશિષ્ટ સ્વાદ ફેલાવે છે, જે તાજી તૈયાર ટમેટાના સોસના મનોહર ટોપિંગ દ્વારા આગળ વધે છે. તૈયાર કરવા માટે કંટાળાજનક હોવા છતાં, ક્યારેક તમારા હાથે પ્રયાસ કરી આ વાનગી ભોજનમાં બનાવાની કોશિશ જરૂર કરજો.
કેનેલોની શીટ્સ બનાવા માટે- ઊંડા બાઉલમાં ઘઉંનો લોટ, ૧/૨ ટીસ્પૂન તેલ અને મીઠું ભેગું કરો અને પૂરતા પાણીનો ઉપયોગ કરીને નરમ કણક બાધી લો.
- કણકને ૮ સમાન ભાગોમાં વહેંચો અને દરેક ભાગને ઘઉંના લોટની મદદથી ૧૦૦ મી. મી. (૪”) વ્યાસના પાતળા ગોળાકારમાં વણી લો.
- વાસણમાં પાણી ભરી ઉકાળો, બાકીનું ૧/૨ ટીસ્પૂન તેલ ઉમેરો અને જ્યારે તે ઉકળવા લાગે ત્યારે એક સમયે એક કેનેલોની શીટ છોડો, ૧/૨ મિનિટ માટે રાંધી લો અને કાઢી લો. ઠંડા પાણીમા નાખી તાજું કરો અને ગાળી લો. એક બાજુ રાખો.
ટમેટાની (સોસ) ચટણી બનાવા માટે- એક ઊંડા નોન-સ્ટીક પેનમાં તેલ ગરમ કરો, તેમાં કાંદા અને લસણની પેસ્ટ નાખી મધ્યમ તાપ પર ૧ મિનિટ માટે સાંતળો.
- તાજા ટમેટાનો પલ્પ ઉમેરો, સારી રીતે મિક્ષ કરી દો અને મધ્યમ તાપ પર ૨ મિનિટ માટે વચ્ચે વચ્ચે હલાવતા રાંધી લો.
- તેમાં સાકર, મરચાંનો પાઉડર, ઓરેગાનો અને મીઠું નાંખી, બરાબર મિક્ષ કરી મધ્યમ તાપ પર ૧ મિનિટ માટે વચ્ચે વચ્ચે હલાવતા રાંધી લો. એક બાજુ રાખો.
કેનેલોની બનાવા આગળ વધો- પૂરણને ૮ સમાન ભાગોમાં વહેંચો અને બાજુમાં રાખો.
- રાંધેલા પાસ્તાની શીટને ચોખ્ખી, સૂકી સપાટી પર મૂકો, પાસ્તાની શીટ પર એક બાજુ પૂરણનો એક ભાગ મૂકો અને તેને સખ્તાઇથી રોલ કરો.
- બાકીના ૭ સ્ટફ્ડ કેનેલોનિસ બનાવવા માટે ક્રમાંક ૨ ના મુજબ તૈયાર કરી લો. એક બાજુ રાખો.
- તૈયાર કરેલી ટમેટાની ચટણીને બેકિંગ ડીશમાં સમાનરૂપે ફેલાવો.
- સ્ટફ્ડ કેનેલોની તેના પર મૂકો અને તેના ઉપર સરખી રીતે સફેદ સોસ રેડો.
- અંતે તેના પર સરખે ભાગે ચીઝ છાંટો.
- હવે તેને ઑવનમાં ૨૦૦° સે (૪૦૦° ફે) તાપમાન પર ૨૦ થી ૨૫ મિનિટ સુધી કા તો ચીઝ ઓગળે ત્યાં સુધી બેક કરી લો.
- તરત જ પીરસો.
હાથવગી સલાહ:- કેનેલોની શીટ્સ બનાવતા પહેલાં ટમેટાની ચટણી બનાવવાની સલાહ આપવામાં આવે છે, કારણ કે જો શીટ્સ લાંબા સમય સુધી રાખવામાં આવે તો એકબીજા સાથે ચીપકી જસે.
Other Related Recipes
Accompaniments
કેનેલોની has not been reviewed
2 FAVOURABLE REVIEWS
The most Helpful Favourable review
Reviewed By
Mruga D,
December 27, 2014
As the byline says, it is little time consuming but its a one dish meal and who will not try when you get to make pure whole wheat cannelloni...and the stuffing made using spinach and paneer gives me calcium and vitamin A...tomato and low calorie white sauce...truly delicious and nutritious...
See more favourable reviews...
You are not signed in. To post a recipe review note requires you to
Sign In to your account
Rate this recipe
Review this recipe (optional)
You are not signed in. To post a private recipe note requires you to
Sign In to your Gold or Silver account
Add your private note to this recipe