કુટીના દારાના ઢોકળા ની રેસીપી | Buckwheat Dhokla, Faraal Buckwheat Dhokla
તરલા દલાલ દ્વારા
Added to 120 cookbooks
This recipe has been viewed 7908 times
આ કુટીના દારાના ઢોકળા સ્વાદિષ્ટ અને પૌષ્ટિક છે અને બનાવવામાં પણ અતિ સરળ છે. કુટીના લોટના ખીરામાં છાસ, આદૂ અને લીલા મરચાં મેળવી નરમ અને સ્વાદિષ્ટ ઢોકળા તૈયાર થાય છે.
જો કે કુટીના દારાને ૨ કલાક પલાળી રાખ્યા બાદ તેનો ઉપયોગ કરી શકાય છે, એટલે આ ઢોકળા બનાવવા સામાન્ય ઢોકળાની જેમ વધુ સમય આથો આવવા માટે રાખવામાં નથી આવતું તેથી તમને આગળથી તૈયારી કરવાની જરૂરત નથી પડતી.
લીલી ચટણી કે પછી બીજી કોઇ ચટણી સાથે તેનો સ્વાદ માણો.
Method- કુટીના દારાના ઢોકળા ની રેસીપી બનાવવા માટે, કુટીના દારાને સાફ કરી જરૂરી પાણી વડે ફક્ત એક જ વખત ધોઈ લો. વધુ વખત ધોવાથી તેમાં રહેલું સ્ટાર્ચ વહી જશે.
- હવે તેમાંથી વધારાનું પાણી ગરણી વડે કાઢી લો.
- એક ઊંડા બાઉલમાં કુટીના દારો, દહીં અને ૧/૩ કપ પાણી મેળવી સારી રીતે મિક્સ કરી લીધા પછી બાઉલને ઢાંકીને ૪ થી ૫ ક્લાક પલાળવા માટે બાજુ પર રાખો.
- તે પછી તેમાં લીલા મરચાંની પેસ્ટ, આદૂની પેસ્ટ અને મીઠું મેળવી ખીરાને સારી રીતે મિક્સ કરી લો.
- આ ખીરાનો અડધો ભાગ તેલ ચોપડેલી ૧૭૫ મી. મી. (૭")ના વ્યાસના ગોળાકાર વાળી થાળીમાં રેડી સરખા પ્રમાણમાં પાથરવા થાળીને થોડી ગોળ ફેરવી લો.
- તે પછી થાળીને બાફવાના વાસણમાં મૂકી ૧૦ થી ૧૨ મિનિટ સુધી અથવા ઢોકળા બરોબર બફાઈ જાય ત્યાં સુધી બાફી લો.
- રીત ક્રમાંક ૫ અને ૬ મુજબ વધુ ૧ થાળી તૈયાર કરી લો.
- ઢોકળાને થોડા ઠંડા પાડ્યા પછી તેના ટુકડા કરીને તરત જ પીરસો.
હાથવગી સલાહ:- રીત ક્રમાંક ૩ માં મિશ્રણને ઉનાળાના મોસમમાં ઓછામાં ઓછું ૪ ક્લાક પલળવા દેવું. શિયાળાના મોસમમાં ૫ ક્લાક પલળવા દેવું અને જોઇએ તો ૬ ક્લાક પલળવા દેવું - તે તમે તાપમાન પ્રમાણે નક્કી કરી શકો છો. આમ પલળાવથી પરિણામે અંતમાં નરમ ઢોકળા તૈયાર થશે.
Other Related Recipes
Accompaniments
કુટીના દારાના ઢોકળા ની રેસીપી has not been reviewed
2 FAVOURABLE REVIEWS
The most Helpful Favourable review
Reviewed By
HARSHA DAND,
August 22, 2011
TRIED OUT THIS RECIPE THE DHOKLAS TURNED OUT ABSOLUTELY WONDERFUL.... TRULY A HEALTY RECIPE WORTH TRYING
See more favourable reviews...
No critical reviews posted for this recipe
You are not signed in. To post a recipe review note requires you to
Sign In to your account
Rate this recipe
Review this recipe (optional)
You are not signed in. To post a private recipe note requires you to
Sign In to your Gold or Silver account
Add your private note to this recipe