ભટુરા રેસીપી | ખમીર વાળા ભટુરા | પંજાબી ભટુરા | ભતુરા | Bhatura, How To Make Bhatura, Punjabi Bhatura Recipe
તરલા દલાલ દ્વારા
5/5 stars 100% LIKED IT
1 REVIEW
ALL GOOD
Added to 160 cookbooks
This recipe has been viewed 27349 times
ભટુરા રેસીપી | ખમીર વાળા ભટુરા | પંજાબી ભટુરા | ભતુરા | bhatura recipe in gujarati | with 20 amazing images.
છોલે સાથે પીરસવામાં આવતા આ પ્રખ્યાત ગરમા ગરમ ભટુરા બધા માટે એક આનંદદાય જમણ ગણાય છે અને ખાસ કરીને વરસાદના દિવસોમાં તેની મજા તો અનોખી જ છે. પણ, અહીં યાદ રાખવું કે ભતુરા તાજા અને ગરમા ગરમ પીરસવામાં ન આવે તો તે નરમ અને ચવડ બની જશે. બીજું એ પણ યાદ રાખવાનું કે ભતુરાને તળ્યા પછી તેમાંથી વધારાના તેલને ભતુરાતારી લેવા માટે ટીશ્યુ પેપર પર મૂકવું.
ભટુરા ની જેમ ગોબી દે પરાઠે , પાલક અને પનીરના પરોઠા , નાન , મુળાના પરોઠા પણ પ્રખ્યાત પંજાબી વાનગીઓ છે.
ભટુરા માટે ટિપ્સ : ૧. તેને ઢાંકીને ૫ થી ૭ મિનિટ અથવા મિશ્રણમાં ફીણ થાય ત્યાં સુધી રહેવા દો. શુષ્ક ખમીરને સક્રિય કરવા માટે આ કરવામાં આવે છે. જો તમે તાજા ખમીરનો ઉપયોગ કરી રહ્યાં છો તો તમે તેને સીધા કણકમાં મેળવી શકો છો. ૨. તમે ભટુરાના લોટના સ્વાદ માટે એક ટીસ્પૂન અજમો ઉમેરી શકો છો. ૩. દહીં ઉમેરો. દહીં કણિકને નરમ બનાવે છે અને તેને આથો લાવવામાં પણ મદદ કરે છે. ૪. પૂરતા ગરમ પાણીનો ઉપયોગ કરીને નરમ કણિક તૈયાર કરો. કણિકને નરમ બનાવવા માટે તમે ગરમ દૂધનો પણ ઉપયોગ કરી શકો છો. ૫. કણિકને સુકાતા અટકાવવા માટે ઢાંકણ અથવા ભીના મલમલના કપડાથી કણિક ઢાંકી દો. રોલિંગ સપાટી પર થોડો લોટ છાંટવો. આ કણિકને સપાટી પર ચોંટતા અટકાવશે.
ભતુરાની રેસીપી બનાવવા માટે- એક વાસણમાં સાકર અને ખમીર સાથે ૩/૪ કપ હુંફાળું પાણી મેળવી બધુ ખમીર ઓગળી જાય ત્યાં સુધી મિક્સ કરી લો. તેને ઢાંકીને ૫ થી ૭ મિનિટ અથવા મિશ્રણમાં ફીણ થાય ત્યાં સુધી રહેવા દો.
- આમ તૈયાર થયેલા પ્રવાહીને એક બાઉલમાં રેડી તેમાં મેંદો, દહીં, ઘી અને મીઠું મેળવીને સાથે હુંફાળા પાણી વડે નરમ કણિક તૈયાર કરો. પછી તેને ઓછામાં ઓછું ૬ થી ૭ મિનિટ સુધી ગુંદી લો.
- આ કણિકને ઢાંકણ અથવા ભીના મલમલના કપડા વડે ઢાંકી લગભગ ૩૦ મિનિટ સુધી અથવા તે થોડી ફુલી જાય ત્યાં સુધી બાજુ પર રાખો.
- તે પછી કણિકના ૧૨ સરખા ભાગ પાડી, દરેક ભાગને ૧૫૦ મી. મી. (૬”)ના ગોળાકારમાં મેંદાના લોટ વડે વણી લો.
- એક કઢાઇમાં તેલ ગરમ કરી, તેમાં એક સમયે એક ભતુરાને નાંખી, તે બન્ને બાજુએથી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લીધા પછી નીતારવા માટે ટીશ્યુ પેપર પર મૂકો.
- તરત જ પીરસો.
વિગતવાર ફોટો સાથે ભટુરા રેસીપી
Other Related Recipes
1 review received for ભટુરા રેસીપી
2 FAVOURABLE REVIEWS
The most Helpful Favourable review
Reviewed By
Leena_Dhoot,
December 05, 2010
Good recipe for bhaturas! its quite a challenge to make the dough..and this recipe helped me 100%. thamks!
1 of 1 members found this review helpful
See more favourable reviews...
No critical reviews posted for this recipe
Helpful reviews for this recipe
You are not signed in. To post a recipe review note requires you to
Sign In to your account
Rate this recipe
Review this recipe (optional)
You are not signed in. To post a private recipe note requires you to
Sign In to your Gold or Silver account
Add your private note to this recipe