બેસન અને લીલા વટાણાના ચીલા ની રેસીપી | Besan and Green Pea Chilla ( Microwave Recipe )
તરલા દલાલ દ્વારા
Added to 86 cookbooks
This recipe has been viewed 4834 times
પૅન વગર પૅનકેક બનાવી શકાય? માઇક્રોવેવમાં ચીલા બનાવી શકાય? અમને એવો એક વિચાર આવ્યો અને અમે જ્યારે આ ચીલા બનાવ્યા, ત્યારે સરસ મજાના અને સ્વાદિષ્ટ ચીલા જરા પણ માથાઝીંક વગર તૈયાર થયા અને તમે પણ આવા ચીલા ઝટપટ તેલના ધુમાડા વગર તમારા મહેમાનોની સામે તૈયાર કરી શકો.
જો કે અહીં યાદ રાખવાનું જરૂરી છે કે જ્યારે તમે બેસન અને લીલા વટાણાના ચીલા બનાવવાની તૈયાર કરો ત્યારે જ તેમાં ખાવાની સોડા મેળવીને ધીમેથી મિક્સ કરશો, નહીં તો બેસન અને લીલા વટાણાના ચીલા સરસ અને નરમ નહીં બને. દરેક બેસન અને લીલા વટાણાના ચીલા બનાવતી વખતે માઇક્રોવેવ પ્રુફ ડીશ પર તેલ ચોપડવાનું ભુલતા નહીં.
બેસન અને લીલા વટાણાના ચીલા ની રેસીપી બનાવવા માટે- એક ઊંડા બાઉલમાં ૧/૨ કપ પાણી સાથે બધી વસ્તુઓ મેળવીને મિક્સ કરી લો.
- હવે એક ૨૫૦ મી. મી. (૧૦”)ના વ્યાસની ગોળાકારવાળી માઇક્રોવેવ પ્રુફ ડીશમાં થોડું તેલ ચોપડી ઉપર ૨ ટેબલસ્પૂન જેટલું ખીરૂં રેડીને ૭૫ મી. મી. (૩”)ના ગોળાકારમાં પાથરી લો. એક ડીશમાં એક સાથે તમે ૩ ચીલા તૈયાર કરી શકશો. બે ચીલા વચ્ચે થોડી જગ્યા રહે તેનો ખ્યાલ રાખવો.
- આ ડીશને માઇક્રોવેવમાં ઉંચા તાપ પર ૨ મિનિટ સુધી માઇક્રોવેવ કરી લો.
- રીત ક્રમાંક ૨ અને ૩ મુજબ વધુ ૩ ડીશ તૈયાર કરી ૯ બેસન અને લીલા વટાણાના ચીલા તૈયાર કરો.
- લીલી ચટણી સાથે બેસન અને લીલા વટાણાના ચીલા તરત જ પીરસો.
Other Related Recipes
બેસન અને લીલા વટાણાના ચીલા ની રેસીપી has not been reviewed
1 FAVOURABLE REVIEW
The most Helpful Favourable review
Reviewed By
Foodie #569108,
March 12, 2013
This recipe is quick and easy.. literally cooks in 1 min or less. However chilas made on tava cannot be beat:).
See more favourable reviews...
No critical reviews posted for this recipe
You are not signed in. To post a recipe review note requires you to
Sign In to your account
Rate this recipe
Review this recipe (optional)
You are not signed in. To post a private recipe note requires you to
Sign In to your Gold or Silver account
Add your private note to this recipe