અખરોટનો શીરો રેસીપી | અખરોટનો હલવો | ક્વિક અખરોટનો શીરો | Walnut Sheera
તરલા દલાલ દ્વારા
Added to 15 cookbooks
This recipe has been viewed 13947 times
અખરોટનો શીરો રેસીપી | અખરોટનો હલવો | ક્વિક અખરોટનો શીરો | walnut sheera recipe in Gujarati | with 14 amazing images.
તમે વિવિધ પ્રકારના લોટ કે રવા દ્વારા બનતા અલગ-અલગ શીરાનો સ્વાદ જરૂર માણ્યો હશે, પણ અહીં એક સૌથી અલગ પ્રકારનો શીરો રજૂ કર્યો છે જેમાં અખરોટનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ અખરોટનો શીરોની બનાવટ, સ્વાદ અને સુગંધ તમને જરૂર લહેજત આપશે.
તમારી ડીશમાં થોડા અખરોટનો શીરો થોડી સેકંડ રાખીને પછી તેનો સ્વાદ માણો ત્યારે તમને અદભૂત સ્વાદનો અનુભવ થશે. અહીં ધ્યાન રાખશો કે આ શીરાનો ઉપયોગ એક દીવસમાં બહુ અલ્પ માત્રામાં એટલે કે ૧ કે ૨ ટેબલસ્પૂન જેટલો જ કરવો, કારણકે તે પૌષ્ટિક તો છે પણ છતાં તેમાં થોડી માત્રામાં ઘી અને સાકરનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
ભલે તમે તેને ઓછી માત્રામાં લેશો તો પણ જરૂર તેની અસર અદભૂત રહેશે કારણકે અખરોટમાં રહેલા ઓમેગા-૩ ફેટી એસિડની અસર નાના બાળકો અને ખાસ તો શરૂઆતના માસની સુવાવડી સ્ત્રીને તેના જરૂરી વિકાસ માટે તે ઉપયોગી છે. તે ઉપરાંત તેમાં વિપુલ પ્રમાણમાં રહેલા વિટામીન-ઇ શરીરને નુકશાન કરતાં ફ્રી રૅડિકલ્સ (free radicals)થી છુટકારો આપે છે.
જો તમને આવી જ બીજી પૌષ્ટિક, કેલ્શિયમ અને પ્રોટીન થી ભરપૂર વાનગી જે સુવાવડ દરમિયાન લેવાની જરૂરત જણાય, તો મલ્ટીફ્લોર ઇડલી, કાબુલી ચણાની ટીક્કી, પનીર અને લીલા વટાણાના પરોઠા અને પાલક-મેથી અને મકાઇની સબ્જી જેવી વાનગીઓ પણ જરૂરથી અજમાવજો.
Method- એક ઊંડી નૉન-સ્ટીક કઢાઇમાં ઘી ગરમ કરી તેમાં અખરોટ મેળવી, સારી રીતે મિક્સ કરી ધીમા તાપ પર વચ્ચે-વચ્ચે હલાવતા રહી ૫ મિનિટ સુધી રાંધી લો.
- તે પછી તેમાં દૂધ અને સાકર મેળવી, ધીમા તાપ પર સતત હલાવતા રહી ૫ મિનિટ સુધી રાંધી લો.
- હવે તાપ બંધ કરી લીધા પછી તેમાં એલચીનો પાવડર મેળવી, સારી રીતે મિક્સ કરી લો.
- માફકસર ગરમ પીરસો.
Other Related Recipes
2 reviews received for અખરોટનો શીરો
Tried this recipe?. Post a review! Let everyone know how it turned out.
No critical reviews posted for this recipe
Helpful reviews for this recipe
You are not signed in. To post a recipe review note requires you to
Sign In to your account
Rate this recipe
Review this recipe (optional)
You are not signed in. To post a private recipe note requires you to
Sign In to your Gold or Silver account
Add your private note to this recipe