ટમેટા ઍન્ડ બેક્ડ બીન્સ્ સૂપ | Tomato and Baked Beans Soup
તરલા દલાલ દ્વારા
5/5 stars 100% LIKED IT
1 REVIEW
ALL GOOD
Added to 142 cookbooks
This recipe has been viewed 6160 times
ઠંડીના દીવસોમાં માફક આવે એવું આ તીખાશવાળું સૂપ, પણ તમારી આંખમાં પાણી આવી જાય એવું તીખું તો નથી જ.
આ ટમેટા ઍન્ડ બેક્ડ બીન્સ્ સૂપમાં તીખાશ અને ખટાશનું નાજુક સમતોલન છે જેને સફેદ સૉસના મિશ્રણથી સૌમ્ય બનાવવામાં આવ્યું છે જેથી તમે તેને સારી રીતે માણી શકશો.
Method- એક વાસણમાં ટમેટા અને ૪ કપ પાણી સાથે મેળવી મધ્યમ તાપ પર ૮ થી ૧૦ મિનિટ સુધી રાંધી લો.
- આ મિશ્રણને સંપૂર્ણ ઠંડું થવા દો.
- તે પછી તેને મિક્સરમાં ફેરવી સુંવાળું મિશ્રણ તૈયાર કરી લીધા પછી ગરણી વડે ગાળીને બાજુ પર રાખો.
- એક ઊંડા પૅનમાં તેલ ગરમ કરી, તેમાં કાંદા મેળવી મધ્યમ તાપ પર ૧ મિનિટ સુધી સાંતળી લો.
- તે પછી તેમાં સિમલા મરચાં અને લીલા કાંદાનો સફેદ અને લીલો ભાગ મેળવી મધ્યમ તાપ પર વધુ ૧ મિનિટ સુધી સાંતળી લો.
- તે પછી તેમાં તૈયાર કરેલું ટમેટાનું મિશ્રણ મેળવી, ૨ થી ૩ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી ઉકાળી લો.
- છેલ્લે તેમાં ટમેટા, બેક્ડ બીન્સ્, સફેદ સૉસ, સાકર, ચીલી સૉસ અને મીઠું મેળવી, સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૨ થી ૩ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
- ખમણેલા ચીઝ વડે સજાવીને ગરમ ગરમ પીરસો.
Other Related Recipes
Accompaniments
1 review received for ટમેટા ઍન્ડ બેક્ડ બીન્સ્ સૂપ
Tried this recipe?. Post a review! Let everyone know how it turned out.
No critical reviews posted for this recipe
Helpful reviews for this recipe
You are not signed in. To post a recipe review note requires you to
Sign In to your account
Rate this recipe
Review this recipe (optional)
You are not signed in. To post a private recipe note requires you to
Sign In to your Gold or Silver account
Add your private note to this recipe