ટૅમ્પર્ડ વ્હાઇટ ચોકલેટ ની રેસીપી | Tempered White Chocolate, How To Temper White Chocolate


દ્વારા


Added to 2 cookbooks   This recipe has been viewed 2458 times

તમારે કંઇ પણ બનાવવું હોય, બ્રાઉની કે આઇસક્રીમ પછી, ઉપરથી પીગળાવેલી ટૅમ્પર્ડ વ્હાઇટ ચોકલેટનો છિડકાવ હમેશાં તેને વધુ સ્વાદિષ્ટ બનાવશે.

આ વાનગીમાં વ્હાઇટ ચોકલેટને ડબલ બોઇલરમાં સરળ રીતે કેટલી પીગળાવવી અને થોડી પણ બાળ્યા વગર તેનું સુંવાળું સૉસ કેમ બનાવવું તેની રીત રજૂ કરી છે. ટૅમ્પર કરેલી ચોકલેટને ગરમા-ગરમ વાપરી શકો અથવા રૂમ તાપમાન પર લાવીને વિવિધ ચોકલેટના ડેર્ઝટ બનાવવામાં તેનો ઉપયોગ કરી શકો.

Add your private note

ટૅમ્પર્ડ વ્હાઇટ ચોકલેટ ની રેસીપી - Tempered White Chocolate, How To Temper White Chocolate recipe in Gujarati

તૈયારીનો સમય:    બનાવવાનો સમય:    કુલ સમય:     ૧ કપ માટે
મને બતાવો કપ માટે

સામગ્રી

ટૅમ્પર્ડ વ્હાઇટ ચોકલેટ ની રેસીપી બનાવવા માટે
૧ કપ સમારેલી વ્હાઇટ ચોકલેટ
વિધિ
    Method
  1. ટૅમ્પર્ડ વ્હાઇટ ચોકલેટ ની રેસીપી બનાવવા માટે, એક સૉસપૅનમાં જરૂરી પાણીને ઉકાળી લો.
  2. જ્યારે પાણી ઉકળવા માંડે, ત્યારે વ્હાઇટ ચોકલેટને ગરમી સહન કરી શકે એવા પાત્રમાં મૂકીને ઉકળતા પાણીની ઉપર તેને એવી રીતે ગરમ કરવા મૂકો કે પાત્રને પાણી જરા પણ અડે નહીં.
  3. આમ આ ચોકલેટને ૪ થી ૫ મિનિટ સુધી સતત હલાવતા રહી ચોકલેટ સંપૂર્ણ પીગળીને સૉસ જેવી બની જાય ત્યાં સુધી ગરમ કરી લો.
  4. હવે તેનો તરત જ જોઇતી વાનગીમાં ઉપયોગ કરો અથવા રૂમ તાપમાન પર ઠંડી પાડ્યા પછી જરૂર મુજબ તેનો ઉપયોગ કરો.

હાથવગી સલાહ:

    હાથવગી સલાહ:
  1. રૂમ તાપમાન પર ચોકલેટ બહુ ગરમ કે બહુ ઠંડી નહીં હોય. તેની ગરમી જાણવા માટે તમે તમારી આંગળીના ટેરવા વડે તેને અડીને નક્કી કરી શકશો.


RECIPE SOURCE : The Chocolate CookbookBuy this cookbook

Also View These Popular Recipes

REGISTER NOW If you are a new user.
Or Sign In here, if you are an existing member.

Login Name
Password

Forgot Login / Password?Click here

If your Gmail or Facebook email id is registered with Tarladalal.com, the accounts will be merged. If the respective id is not registered, a new Tarladalal.com account will be created.

Are you sure you want to delete this review ?

Click OK to sign out from tarladalal.
For security reasons (specially on shared computers), proceed to Google and sign out from your Google account.

Reviews