સ્ટફ્ડ ભેંડી વીથ પનીર ની રેસીપી, પનીર સાથે ભરેલા ભીંડા | Stuffed Bhindi with Paneer ( Healthy Subzi)
તરલા દલાલ દ્વારા
Added to 325 cookbooks
This recipe has been viewed 4663 times
સામાન્ય રીતે ભરેલા ભીંડામાં ચણાના લોટ સાથે મસાલા પાવડર મેળવવામાં આવે છે. પણ, તમે આ પ્રખ્યાત વાનગીને એક નવા સ્વરૂપે બનાવવાની રીતમાં થોડો ફેરફાર કરીને તેના પૂરણમાં પનીર ઉમેરીને જુઓ તે કેટલી મજેદાર લાગે છે.
લૉ ફેટ પનીરનો ઉપયોગ કરી તમે નિશ્ચિત રૂપે તેને તમારા જમણમાં સમાવી શકશો. આ ઉપરાંત આ પનીર સાથે ભરેલા ભીંડાને મજેદાર બનાવામાં તેમાં ઉમેરેલા મસાલાના મિશ્રણ સાથે ટમેટા અને કાંદાનો ઉપયોગ તેને ખુશ્બુદાર અને સ્વાદિષ્ટ બનાવે છે.
Method- સ્ટફ્ડ ભેંડી વીથ પનીર ની રેસીપી બનાવવા માટે,ભીંડાની દરેક ચીરીમાં તૈયાર કરેલું પનીરનું થોડું પૂરણ ભરીને બાજુ પર રાખો.
- એક નૉન-સ્ટીક કઢાઇમાં ૨ ટીસ્પૂન તેલ ગરમ કરી, તેમાં ભરેલા ભીંડા મેળવો. કઢાઇને ઢાંકીને મધ્યમ તાપ પર ૮ થી ૧૦ મિનિટ સુધી અથવા ભીંડા બરોબર રંધાઇ જાય ત્યાં સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લીધા પછી કઢાઇમાંથી કાઢી બાજુ પર રાખો.
- હવે એ જ કઢાઇમાં બાકી રહેલું ૧ ટીસ્પૂન તેલ ગરમ કરી તેમાં કાંદા મેળવી મધ્યમ તાપ પર ૧ થી ૨ મિનિટ સુધી સાંતળી લો.
- તે પછી તેમાં આદૂની પેસ્ટ, લસણની પેસ્ટ, મરચાં પાવડર અને ૨ ટેબલસ્પૂન પાણી ઉમેરી મધ્યમ તાપ પર થોડી વધુ સેકંડ સુધી સાંતળી લો.
- તે પછી તેમાં ટમેટા, ગરમ મસાલો અને મીઠું મેળવી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર વચ્ચે એક વખત હલાવીને ૧ મિનિટ સુધી રાંધી લો.
- હવે તેમાં ભરેલા અને સાંતળેલા ભીંડા મેળવી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર વધુ ૧ થી ૨ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હળવા હાથે હલાવતા રહી રાંધી લો.
- તરત જ પીરસો.
Other Related Recipes
Accompaniments
સ્ટફ્ડ ભેંડી વીથ પનીર ની રેસીપી, પનીર સાથે ભરેલા ભીંડા has not been reviewed
2 FAVOURABLE REVIEWS
The most Helpful Favourable review
Reviewed By
Mruga D,
July 29, 2014
Aahh...this is that one dish which m sure I will make it every week...just yummy.....can hve it even lyk a starter....fulllll of fibre....
See more favourable reviews...
No critical reviews posted for this recipe
You are not signed in. To post a recipe review note requires you to
Sign In to your account
Rate this recipe
Review this recipe (optional)
You are not signed in. To post a private recipe note requires you to
Sign In to your Gold or Silver account
Add your private note to this recipe