સક્કરકંદનો હલવો રેસીપી | ફરાળી શકકરકંદ નો હલવો | નવરાત્રી વ્રત માટે શીરો | ઉપવાસ નો હલવો | Shakarkand Ka Halwa, Faraal Sweet Potato Halwa Recipe
તરલા દલાલ દ્વારા
Added to 60 cookbooks
This recipe has been viewed 14470 times
સક્કરકંદનો હલવો રેસીપી | ફરાળી શકકરકંદ નો હલવો | નવરાત્રી વ્રત માટે શીરો | ઉપવાસ નો હલવો | shakarkand ka halwa recipe in Gujarati | with 26 amazing images.
આ ફરાળી શકકરકંદ નો હલવો એક અત્યંત મોહક વાનગી જે મીઠી સામગ્રી વડે બનાવવામાં આવી છે. આ અદભૂત હલવો તમે જરૂર બનાવજો જેમાં સક્કરકંદને એલચી પાવડર અને કેસર વડે વધુ સ્વાદિષ્ટ બનાવવામાં આવ્યું છે અને તેની સાથે તેમાં મેળવેલો સૂકો મેવો તેને વધુ પૌષ્ટિક બનાવે છે.
અહીં ખાસ ધ્યાન રાખશો કે જણાવેલા સમય સુધી જ સક્કરકંદને સાંતળશો જેથી તેમાં રહેલી કાચી સુગંધ જતી રહે અને તે વધુ ખુશ્બુદાર બને. અંતમાં જ્યારે તમે તેને તાપ પરથી નીચે ઉતારો ત્યારે સક્કરકંદનો હલવો બહુ સૂકો નહીં અને નરમ હોવો જોઇએ.
સક્કરકંદના હલવા માટેની ટિપ્સ. ૧. સુનિશ્ચિત કરો કે તમે નક્કી કરેલા સમય પૂરતુ જ શક્કરીયાને સાંતળો, જેથી તેની કાચી ગંધ દૂર થઈ જાય, અને તમને સમૃદ્ધ સુગંધ મળે. ૨. શક્કરિયાના મિશ્રણને ધીમા તાપ પર રાંધો અને તેને સતત હલાવતા રહો જેથી તે બળી ન જાય અને તવાની બાજુઓ પર ચોંટી ન જાય. ૩. જ્યારે તમે ફ્લેમ બંધ કરો છો, ત્યારે હલવો નરમ હોવો જોઈએ અને સંપૂર્ણપણે સૂકો ન હોવો જોઈએ.
Method- એક નાના બાઉલમાં કેસર અને હુફાળું દૂધ મેળવી સારી રીતે મિક્સ કરી બાજુ પર રાખો
- એક ઊંડા નૉન-સ્ટીક પૅનમાં ઘી ગરમ કરી તેમાં સક્કરકંદ મેળવી મધ્યમ તાપ પર ૨ થી ૩ મિનિટ સુધી સાંતળી લો.
- તે પછી તેમાં દૂધ, ૧/૨ કપ પાણી, સાકર અને એલચીનો પાવડર મેળવી સારી રીતે મિક્સ કરી ધીમા તાપ પર ૨ થી ૩ મિનિટ સુધી અથવા મિશ્રણ બહુ સૂકો ન બને અને નરમ રહે ત્યાં સુધી તે રીતે સતત હલાવતા રહી રાંધી લો.
- પૅનને તાપ પરથી નીચે ઉતારી તેમાં કેસર-દૂધનું મિશ્રણ અને સૂકો મેવો મેળવી સારી રીતે મિક્સ કરી લો.
- તરત જ પીરસો.
Other Related Recipes
સક્કરકંદનો હલવો, ફરાળી સક્કરકંદનો હલવો has not been reviewed
Tried this recipe?. Post a review! Let everyone know how it turned out.
No critical reviews posted for this recipe
You are not signed in. To post a recipe review note requires you to
Sign In to your account
Rate this recipe
Review this recipe (optional)
You are not signed in. To post a private recipe note requires you to
Sign In to your Gold or Silver account
Add your private note to this recipe