નમકીન શક્કરપારા રેસિપી | મસાલા નમકીન શક્કરપારા દિવાળી નાસ્તો | ક્રિસ્પી શક્કરપારા | મેથી શક્કરપારા | Namkeen Shakarpara
તરલા દલાલ દ્વારા
Added to 46 cookbooks
This recipe has been viewed 2846 times
નમકીન શક્કરપારા રેસિપી | મસાલા નમકીન શક્કરપારા દિવાળી નાસ્તો | ક્રિસ્પી શક્કરપારા | મેથી શક્કરપારા | namkeen shakarpara recipe in gujarati | with amazing images.
નમકીન શક્કરપારા એ ગુજરાતનો એક લોકપ્રિય સૂકો નાસ્તો છે. ક્રિસ્પી નમકીન શક્કરપારા બનાવવાની રીત શીખો.
ક્રિસ્પી શક્કરપારાને મીઠા અથવા મસાલેદાર બનાવી શકાય છે. અહીં જીભને ભાવે એવા નમકીન શક્કરપારા બનાવી રહ્યા છે, જે દહીં, તલ, મસાલા પાવડર અને મેથીના પાનથી તૈયાર કરવામાં આવે છે. સામગ્રીની આ વિશાળ અને વિચારશીલ ભાત શક્કરપારાનો સ્વાદ એટલો સરસ બનાવે છે કે આ આનંદદાયક ફરસાણને ખાવાનું બંધ કરવું મુશ્કેલ બની જાય છે.
મસાલા નમકીન શક્કરપારા દિવાળીનો નાસ્તો દેશભરના ઘરોમાં સૌથી વધુ લોકપ્રિય સૂકો નાસ્તામાંનો એક છે. તે અલગ-અલગ નામોથી ઓળખાય છે પરંતુ બધાને પ્રિય છે.
નમકીન શક્કરપારા માટે- એક ઊંડા બાઉલમાં બધી સામગ્રી ભેગી કરો, સારી રીતે મિક્સ કરો અને આશરે ૧ ટેબલસ્પૂન પાણી ઉપયોગ કરીને સખત કણિક બાંધો.
- લોટને ૫ સરખા ભાગમાં વહેંચો.
- કણિકના એક ભાગને ૧૭૫ મી. મી. (૭”) વ્યાસના ગોળાકાર વણી લો.
- નિયમિત અંતરાલે કાંટો વડે સપાટીને પ્રિક કરો.
- ૨૫ મી. મી. (૧") હીરાના આકારના ટુકડામાં કાપો. .
- એક ઊંડા નૉન-સ્ટીક પૅનમાં તેલ ગરમ કરો અને નમકીન શક્કરપારસને ધીમા તાપ પર બંને બાજુથી ગોલ્ડન બ્રાઉન રંગના અને ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લો. એક ટીશ્યું પેપર પર ડ્રેઇન કરો.
- રીત ક્રમાંક ૩ થી ૬ મુજબ વધુ ૪ બેચમાં નમકીન શક્કરપારા પણ તૈયાર કરી લો.
- સંપૂર્ણપણે ઠંડુ કરો અને એર-ટાઈટ કન્ટેનરમાં સ્ટોર કરો.
હાથવગી સલાહ:- તમારે રોલિંગ માટે કોઈ લોટની જરૂર નથી, પરંતુ જો જરૂરી હોય તો, રોલિંગ માટે થોડું તેલ વાપરી શકાય છે.
- એર ટાઇટ કન્ટેનરમાં ૧૫ દિવસ સુધી સ્ટોર કરી શકાય છે અને બાળકોને તેમના ટિફિનમાં પણ આપી શકાય છે.
Other Related Recipes
નમકીન શક્કરપારા રેસિપી has not been reviewed
Tried this recipe?. Post a review! Let everyone know how it turned out.
No critical reviews posted for this recipe
You are not signed in. To post a recipe review note requires you to
Sign In to your account
Rate this recipe
Review this recipe (optional)
You are not signed in. To post a private recipe note requires you to
Sign In to your Gold or Silver account
Add your private note to this recipe