મગની દાળના ઢોકળા ની રેસીપી | Moong Dal Dhokla
તરલા દલાલ દ્વારા
Added to 462 cookbooks
This recipe has been viewed 15237 times
ખરેખર આ મગની દાળના ઢોકળા એક એવી પારંપારિક વાનગી છે જેના હાર્દમાં દરેક પ્રકારનો આનંદ આપે એવા ગુણ રહેલા છે. તેનો ભપકો, તેનો સ્વાદ અને તેની ખુવાસ લાજવાબ જ છે.
તેના ખીરામાં આરોગ્યદાઇ મગની દાળ અને તેની સાથે બીજી વસ્તુઓ જેવી કે ચણાનો લોટ, દહીં અને ખાવાની સોડા તેની રચના અને સુવાસને મદદરૂપ રહે છે. આ ઢોકળાની ઉપર પાથરવામાં આવતું સુગંધી વઘાર અને તેની સાથે પીરસવામાં આવતી લીલી ચટણી આપણી જીભને અલગ જ સ્વાદનો અનુભવ કરાવે છે.
Method- મગની દાળના ઢોકળા ની રેસીપી બનાવવા માટે, મિક્સરની જારમાં મગની દાળ અને લીલા મરચાંની સાથે થોડું પાણી મેળવી બરોબર મિક્સ કરી રેડી શકાય એવી નરમ પેસ્ટ તૈયાર કરો.
- આ પેસ્ટને એક બાઉલમાં કાઢી તેમાં મીઠું, સાકર, હીંગ, તેલ, હળદર, ચણાનો લોટ અને દહીં મેળવી સારી રીતે મિક્સ કરી ખીરૂં તૈયાર કરો.
- જ્યારે ઢોકળા બાફવાનો સમય થાય, ત્યારે તેમાં ખાવાની સોડા ઉમેરી હલકા હાથે મિક્સ કરી લો.
- આ ખીરાને તેલ ચોપડેલી ૧૭૫ મી. મી. (૭”)ના વ્યાસની ગોળાકાર થાળીમાં રેડી લો.
- હવે આ થાળીને બાફવાના વાસણમાં મૂકી ૧૦ થી ૧૨ મિનિટ સુધી અથવા ઢોકળા બરોબર રંધાઇ જાય ત્યાં સુધી બાફી લો. બાજુ પર મૂકો.
- એક નાના નૉન-સ્ટીક પૅનમાં તેલ ગરમ કરી તેમાં રાઇ મેળવો.
- જ્યારે દાણા તતડવા માંડે, ત્યારે તેમાં તલ અને હીંગ મેળવી મધ્યમ તાપ પર ૩૦ સેકંડ સુધી સાંતળી લો.
- તે પછી તેમાં લીલા મરચાં મેળવી મધ્યમ તાપ પર ૩૦ સેકંડ સુધી સાંતળી લો.
- આમ તૈયાર થયેલા વઘારને તૈયાર કરેલા ઢોકળા ઉપર રેડી સરખી રીતે પાથરી લો.
- તે પછી તેની પર કોથમીર અને નાળિયેરનું ખમણ સરખી રીતે છાંટી લો.
- ઢોકળાના ટુકડા પાડીને લીલી ચટણી સાથે પીરસો.
Other Related Recipes
2 reviews received for મગની દાળના ઢોકળા ની રેસીપી
1 CRITICAL REVIEW
The most Helpful Critical review
Reviewed By
shiva25vp,
October 23, 2013
Was very tasty and at the same time healthy. My kid loved it. Thanks.
See more critical reviews...
Helpful reviews for this recipe
You are not signed in. To post a recipe review note requires you to
Sign In to your account
Rate this recipe
Review this recipe (optional)
You are not signed in. To post a private recipe note requires you to
Sign In to your Gold or Silver account
Add your private note to this recipe