લેમન ગ્રાસ આઇસ ટી ની રેસીપી | Lemongrass Iced Tea, Indian Style
તરલા દલાલ દ્વારા
Added to 233 cookbooks
This recipe has been viewed 6946 times
મજેદાર સુગંધથી છલોછલ આ ચહાનો સ્વાદ જ તાજગીભર્યો છે. લીલી ચહાની પત્તી તો સુગંધદાર છે પણ વધુમાં આ ચહામા મેળવેલી લીંબુની સ્લાઇસ તેને ઉચ્ચતમ ગુણવત્તાવાળી બનાવે છે.
અહીં યાદ રાખવાની ખાસ જરૂરત એ છે કે તેમાં બરફનાં ટુકડા અને લીંબુની સ્લાઇસ ઉમેરતા પહેલાં ચહા સંપૂર્ણ ઠંડી થઇ હોય તેની ખાત્રી કરી લો, જેથી લીંબુનો સ્વાદ કડવો ન લાગે અને ચહાનો આનંદ મસ્ત ઠંડી રીતે માણી શકો. આ લીલી ચહા-પત્તીની ચહા તમને ગરમીના દીવસોમાં તાજગીભર્યો અનુભવ આપશે અને તેની સુગંધ કાયાકલ્પનો અહેસાસ પણ આપશે.
Method- લેમન ગ્રાસ આઇસ ટી ની રેસીપી બનાવવા માટે, એક ઊંડા નૉન-સ્ટીક પૅનમાં ૨ કપ પાણી સાથે સાકર, લીલી ચહાની પત્તીઓ અને ચહા પાવડર મેળવી, સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૬ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી ઉકાળી લો.
- તે પછી તેને એક ઊંડા બાઉલમાં ગરણી વડે ગાળીને સંપૂર્ણ ઠંડી થવા દો.
- પીરસતા પહેલા, દરેક ગ્લાસમાં ૪ બરફના ટુકડા અને ૨ લીંબુની સ્લાઇસ મૂકી ઉપર લીલી ચહા પત્તીનું મિશ્રણ રેડી સરખી રીતે હલાવી, તરત જ પીરસો.
Other Related Recipes
Accompaniments
લેમન ગ્રાસ આઇસ ટી ની રેસીપી has not been reviewed
Tried this recipe?. Post a review! Let everyone know how it turned out.
No critical reviews posted for this recipe
You are not signed in. To post a recipe review note requires you to
Sign In to your account
Rate this recipe
Review this recipe (optional)
You are not signed in. To post a private recipe note requires you to
Sign In to your Gold or Silver account
Add your private note to this recipe