You are here: હોમમા> કોર્સ, મુખ્ય કોર્સ વાનગીઓ, શરુ, મીઠાઈઓ > ભારતીય મીઠાઈ | ઈંડા વગરની ભારતીય મીઠાઈ | > કુલ્ફી / રબડી > કુલ્ફી અને જલેબીનું સન્ડે
કુલ્ફી અને જલેબીનું સન્ડે

Tarla Dalal
04 July, 2018

Table of Content
જ્યારે મીઠાઇ અને મલાઇ સાથે થાય ત્યારે તમને એક મજેદાર પીણું માણવા મળે! આવું જ આ નવીનતાભર્યું કુલ્ફી અને જલેબીનું સન્ડે, જે ભોજનના અંતે ઝટ બનાવીને પીરસી શકાય છે. કુલ્ફી અને ફાલુદાની સેવ પર જલેબી અને વધુમાં મેળવેલા ગુલાબના સીરપથી તે વધુ આકર્ષક લાગે છે. આ ડેઝર્ટ દેશી જમણ પછી પીરસવાથી તેના સ્વાદ અને સુવાસ વડે તમારું જમણ વધુ મજેદાર પૂરવાર થશે.
Tags
Soaking Time
0
Preparation Time
5 Mins
Cooking Time
0 Mins
Baking Time
0 Mins
Baking Temperature
0
Sprouting Time
0
Total Time
5 Mins
Makes
2 ગ્લાસ માટે
સામગ્રી
Main Ingredients
1 કપ કુલ્ફી
4 ટેબલસ્પૂન પલાળેલી ફાલુદાની સેવ
2 જલેબી , ટુકડા કરેલી
2 ટીસ્પૂન ગુલાબનું સિરપ
4 ટીસ્પૂન પલાળેલા તકમરિયાં
વિધિ
- પીરસવાના એક ગ્લાસમાં ૧/૨ કપ કુલ્ફીના ટુકડા મૂકી તેની પર જલેબીનો અડધો ભાગ સરખી રીતે ગોઠવી લો.
- તે પછી તેની પર ૨ ટેબલસ્પૂન ફાલુદાની સેવ, ૧ ટીસ્પૂન ગુલાબનું સીરપ અને ૨ ટીસ્પૂન પલાળેલા તકમરિયાં સરખા પ્રમાણમાં છાંટી લો.
- રીત ક્રમાંક ૧ અને ૨ મુજબ બીજો એક ગ્લાસ પણ તૈયાર કરી લો.
- તરત જ પીરસો.
- કુલ્ફીના મોલ્ડમાંથી કુલ્ફીને કાઢવા માટે, પહેલા કુલ્ફીને ફ્રીજમાંથી બહાર કાઢી ૫ મિનિટ સુધી બાજુ પર રાખો. તે પછી એક લાકડાના સ્કુવર અથવા ફોર્કને કુલ્ફીની મધ્યમાં ભરાવીને કુલ્ફીને ખેંચી લો.
- આ ઉપરાંત બીજી એક રીત એ છે કે કુલ્ફીના મોલ્ડને નળની નીચે થોડી વાર વહેતા પાણી પર પકડી રાખીને કુલ્ફી કાઢી લેવી. જ્યારે તમને સમયનો અભાવ હોય, ત્યારે તમે બજારમાં મળતી કુલ્ફીનો પણ ઉપયોગ કરી શકો છો.
પ્લેટ દીઠ પોષક મૂલ્યો (સંક્ષિપ્ત)
ઊર્જા | 22 કૅલ |
પ્રોટીન | 0.0 ગ્રામ |
કાર્બોહાઇડ્રેટ | 5.6 ગ્રામ |
ફાઇબર | 0.0 ગ્રામ |
ચરબી | 0.0 ગ્રામ |
કોલેસ્ટ્રોલ | 0 મિલિગ્રામ |
સોડિયમ | 0 મિલિગ્રામ |
કઉલફઈ અને જલેબી સઉનડઅએ માં કેટલી કેલરી છે? કેલરી માટે અહીં ક્લિક કરો