ખમણ ઢોકળા | ગુજરાતી ખમણ ઢોકળા | સોફ્ટ ઢોકળા | Khaman Dhokla, Soft Gujarati Khaman Dhokla
તરલા દલાલ દ્વારા
Added to 429 cookbooks
This recipe has been viewed 4744 times
ખમણ ઢોકળા | ગુજરાતી ખમણ ઢોકળા | સોફ્ટ ઢોકળા | Khaman Dhokla in Gujarati | with 20 amazing images.
ખમણ ઢોકળા એ એક પ્રિય ગુજરાતી સ્ટ્રીટ ફૂડ છે જે ચાના સમયે લીલી ચટણી સાથે પીરસવામાં આવે છે. તે એક ઉત્કૃષ્ટ રચના અને મોહક સ્વાદ ધરાવે છે. ખમણ ઢોકળા, ગુજરાતની દરેક ગલીઓમાં વેચાતો પ્રખ્યાત નાસ્તો, તે હવે તે પ્રદેશ પૂરતો મર્યાદિત નથી -- તે દેશના દરેક ભાગમાં સરળતાથી ઉપલબ્ધ છે.
ખમણ ઢોકળા એ ગુજરાતીઓનો મનપંસદ નાસ્તો છે. આ ઓલ ટાઈમ ફેવરિટ ખમણ ઢોકળાનો આનંદ સ્ટાર્ટર તરીકે, ચાના સમયના નાસ્તા તરીકે અથવા તો નાસ્તામાં પણ લેવામાં આવે છે. મૂળભૂત રીતે, તમે જ્યારે પણ ભૂખ્યા હો ત્યારે તમે આ રેસીપીનો આનંદ લઈ શકો છો.
ખમણ ઢોકળા બનાવવા માટે- ખમણ ઢોકળા બનાવવા માટે, એક ઊંડા બાઉલમાં ચણાનો લોટ, રવો, સાકર, આદુ-લીલા મરચાંની પેસ્ટ, લીંબુનો રસ, મીઠું અને લગભગ ¾ કપ પાણી ભેગું કરો અને સુંવાળું બેટર મેળવવા માટે હલાવીને સારી રીતે મિક્સ કરો.
- બાફવા મુકવા પહેલા, ફ્રુટ સોલ્ટ ઉમેરો અને હલ્કે હાથે મિક્સ કરો.
- આ બેટરને એક તેલ ચોપડેલી ૧૭૫ મી. મી. (૭”)ના ગોળાકાર થાળીમાં રેડો અને એક સમાન સ્તરમાં ફેલાવવા માટે થાળીને ઘડિયાળની દિશામાં ફેરવો.
- સ્ટીમરમાં ૧૦ થી ૧૨ મિનિટ સુધી અથવા ઢોકળા બફાઈ જાય ત્યાં સુધી સ્ટીમ કરો. બાજુ પર રાખો.
- એક નાના નોન-સ્ટીક પેનમાં તેલ ગરમ કરો અને તેમાં રાઇ નાખો.
- જ્યારે રાઇ તતડવા માંડે, ત્યારે તેમાં તલ, હિંગ, કડી પત્તા અને લીલાં મરચાં ઉમેરીને મધ્યમ તાપ પર ૩૦ સેકન્ડ સુધી સાંતળી લો.
- ૧/૨ કપ પાણી ઉમેરો અને સારી રીતે મિક્સ કરો.
- તૈયાર કરેલા ઢોકળા પર વધાર રેડો અને તેને સરખી રીતે ફેલાવો. ૫ મિનિટ રાહ જુઓ જેથી પાણી સંપૂર્ણપણે શોષાઈ જાય.
- ટુકડાઓમાં કાપીને, કોથમીર અને નાળિયેરથી સજાવીને તરત જ લીલી ચટણી સાથે ખમણ ઢોકળાને પીરસો.
Other Related Recipes
Accompaniments
ખમણ ઢોકળા has not been reviewed
No critical reviews posted for this recipe
You are not signed in. To post a recipe review note requires you to
Sign In to your account
Rate this recipe
Review this recipe (optional)
You are not signed in. To post a private recipe note requires you to
Sign In to your Gold or Silver account
Add your private note to this recipe