પાસ્તા બનાવવાની રીત | પાસ્તા સરળતાથી કેવી રીતે ઉકાળવા | પેને પાસ્તા કેવી રીતે રાંધવા | ઘરે પાસ્તા રાંધવાની શ્રેષ્ઠ રીત | How To Cook Pasta
તરલા દલાલ દ્વારા
Added to 131 cookbooks
This recipe has been viewed 4686 times
પાસ્તા બનાવવાની રીત | પાસ્તા સરળતાથી કેવી રીતે ઉકાળવા | પેને પાસ્તા કેવી રીતે રાંધવા | ઘરે પાસ્તા રાંધવાની શ્રેષ્ઠ રીત | how to cook pasta in gujarati | with 13 amazing images.
સંપૂર્ણ રીતે રાંધેલા પાસ્તા એ સફળ પાસ્તા વાનગી બનાવવાનું પ્રથમ પગલું છે. ઘરે પાસ્તા રાંધવાની શ્રેષ્ઠ રીત એ છે કે પૂરતા પ્રમાણમાં પાણી અને ઉકળવા માટે પૂરતુ ઊંડાણવાળુ પેનનો ઉપયોગ કરવો.
રાંધેલા પાસ્તા 'અલ ડેન્ટે' અથવા "ચાવવા માટે મક્કમ" હોવા જોઈએ. ઓછા રાંધેલા પાસ્તા અનિચ્છનીય હોય છે અને તેનો સ્વાદ કાચા લોટ જેવો હોય છે, જ્યારે વધારે રાંધેલા પાસ્તા નરમ અને ચીકણા હોય છે. તેથી પાસ્તા 90% પાકી જાય ત્યાં સુધી તેને રાંધો. અને તરત જ તેને ઠંડા પાણીમાં તાજું કરો જેથી પાસ્તા પેને વધુ રાંધાય નહીં.
પાસ્તા કેવી રીતે ઉકાળવા- પાસ્તાને ઉકાળવા માટે, પુષ્કળ પાણી સાથે મોટા પેનમાં ૧ ટીસ્પૂન મીઠું અને ૧ ટેબલસ્પૂન જેતૂનનું તેલ ઉકાળો.
- પાસ્તાને ઉકળતા પાણીમાં નાખો. એક સમયે થોડા પાસ્તા અથવા પાસ્તાની શીટ ઉમેરો.
- પાસ્તા નરમ થાય ત્યાં સુધી ઢાંક્યા વગર રાંધો, વચ્ચે-વચ્ચે હલાવતા રહો. પાસ્તાના કદ અને જાડાઈને આધારે રાંધવાનો સમય બદલાઈ શકે છે. ખૂબ નાના પાસ્તા (જેમ કે મેકરોની, ફ્યુસિલી, કોંચીગ્લે, પૅને) ૫ થી ૭ મિનિટમાં રાંધી શકે છે.
- મોટા પાસ્તા (જેમ કે સ્પૅગેટી, ફેત્યૂચિની, સૂકી લઝાનીયા શીટ વગેરે) માટે ૧૦ થી ૧૨ મિનિટની જરૂર પડી શકે છે.
- તરત જ રાંધેલા પાસ્તાને ચાળણી અથવા ઓસામણિયું માં રેડો. તેને તાજું કરવા ઠંડા પાણીના બાઉલમાં મૂકો. ફરીથી ફિલ્ટર કરો અને બાજુ પર રાખો.
- જો પાસ્તાનો તરત ઉપયોગ ન કરવો હોય, તો તેમાં ૧ ટેબલસ્પૂન જેતૂનનું તેલ ઉમેરો અને તેને ટૉસ કરો.
Other Related Recipes
પાસ્તા બનાવવાની રીત has not been reviewed
1 FAVOURABLE REVIEW
The most Helpful Favourable review
Reviewed By
LOPA SHAH,
March 31, 2012
Sounds interesting and the method of cooking is very simple,quick and easy, but the method is not complete in the sense point number 3 of the recipe is incomplete, please give full sentence.
See more favourable reviews...
No critical reviews posted for this recipe
You are not signed in. To post a recipe review note requires you to
Sign In to your account
Rate this recipe
Review this recipe (optional)
You are not signed in. To post a private recipe note requires you to
Sign In to your Gold or Silver account
Add your private note to this recipe