ફ્રુટ આઇસ લોલીઝ ની રેસીપી | Fruit Ice Lollies Recipe
તરલા દલાલ દ્વારા
Added to 91 cookbooks
This recipe has been viewed 2595 times
ગરમીના દીવસોમાં મધ્યાનના સમયે કંઇ ખાવાની ઇચ્છા થાય ત્યારે આ સરળ રીતે બનતી અને ફળોના સ્વાદવાળી લોલી તો નાના મોટા દરેકને ભાવે એવી છે. ફળોના સ્વાદ સાથે પ્રમાણસર મીઠાશથી આ લોલી સ્વાદમાં અદભૂત છે.
આ ઉપરાંત આ વાનગીમાં કંઇ પણ રાંધવાની કડાકૂટ નથી અને ઝટપટ બનાવી શકાય છે. અરે, નાના બાળકો પણ તે જાતે તૈયાર કરી શકે એવી છે આ વાનગી. અહીં યાદ રાખવું જરૂરી છે કે ફ્રીજરમાંથી લોલીને કાઢી થોડી મિનિટ બહાર રાખ્યા બાદ તેને મોલ્ડમાંથી કાઢવી, નહીં તો તમને તેને કાઢવા માટે મહેનત તો કરવી પડશે પણ તે બહાર કાઢતી વખતે તૂટી પણ પડશે.
ગરમીના દીવસોમાં પીયૂષ અને કોકમ શરબત ની રેસીપી પણ અજમાવા જેવી છે.
ફ્રુટ આઇસ લોલીઝ ની રેસીપી બનાવવા માટે- બધી વસ્તુઓ એક બાઉલમાં ભેગી કરી સારી રીતે મિક્સ કરી લો.
- હવે આ મિશ્રણને ૮ આઇસક્રીમ મોલ્ડમાં પ્રમાણસર રેડીને ફ્રીજરમાં રાતભર મૂકી રાખો.
- જ્યારે ઉપયોગ કરવો હોય, ત્યારે તેના થોડા સમય પહેલા ફ્રીજરમાંથી બહાર કાઢી થોડો સમય રહેવા દો. તે પછી તેને મોલ્ડમાંથી કાઢી લો.
- ફ્રુટ આઇસ લોલીઝ તરત જ પીરસો.
Other Related Recipes
ફ્રુટ આઇસ લોલીઝ ની રેસીપી has not been reviewed
Tried this recipe?. Post a review! Let everyone know how it turned out.
No critical reviews posted for this recipe
You are not signed in. To post a recipe review note requires you to
Sign In to your account
Rate this recipe
Review this recipe (optional)
You are not signed in. To post a private recipe note requires you to
Sign In to your Gold or Silver account
Add your private note to this recipe