ઇંડા રહિત રેડ વેલ્વેટ કેક | ભારતીય સ્ટાઇલની રેડ વેલ્વેટ કેક | ક્રીમ ચીઝ ફ્રોસ્ટિંગ સાથે રેડ વેલ્વેટ કેક | | Eggless Red Velvet Cake Recipe
તરલા દલાલ દ્વારા
Added to 16 cookbooks
This recipe has been viewed 10394 times
ઇંડા રહિત રેડ વેલ્વેટ કેક | ભારતીય સ્ટાઇલની રેડ વેલ્વેટ કેક | ક્રીમ ચીઝ ફ્રોસ્ટિંગ સાથે રેડ વેલ્વેટ કેક | eggless red velvet cake in gujarati | with 53 amazing images.
આ ઇંડા રહિત રેડ વેલ્વેટ કેકનો રંગ, મજેદાર સ્વાદ અને તેનાથી વધુ તેનો આકર્ષક દેખાવ એવો છે કે તે પાર્ટીમાં દરેક લોકોનું મનપસંદ રહે છે. ભારતીય સ્ટાઇલની રેડ વેલ્વેટ કેક નરમ, ફ્લફી, સુંદર, સ્વાદમાં સમૃદ્ધ, આકર્ષક સુંદર અને અવનવી રીતે સ્વાદિષ્ટ હોય છે. કોઈપણ ઉજવણી માટે યોગ્ય કેક અને પ્રભાવિત કરવાની ખાતરી! ઇંડા રહિત રેડ વેલ્વેટ કેકનો આકર્ષક દેખાવ તેને વેલેન્ટાઈન ડે, જન્મદિવસ અને વર્ષગાંઠો માટે ખૂબ જ લોકપ્રિય બનાવે છે!
ક્રીમ ચીઝ ફ્રોસ્ટિંગ સાથેની રેડ વેલ્વેટ કેકનો અનોખો સ્વાદ છે. આ કેક અતિશય નરમ, કોમળ, ફ્લફી અને મીઠી ક્રીમ ચીઝ ફ્રોસ્ટિંગ સાથે અદ્ભુત રીતે જોડી છે.
રેડ વેલ્વેટ કેક બનાવવા માટેની ટિપ્સ: ૧. કેકના બેટરને વધુ મિક્સ ન કરો, નહીંતર કેક ઘટ્ટ અને સખત બની શકે છે. ૨. લેયર અને આઈસિંગમાં કાપતા પહેલા કેકને સંપૂર્ણપણે ઠંડુ કરો. ૩. કેકના સ્પોજની કિનારીઓ પર સમાનરૂપે સુગર સીરપ લગાવો. ૪. પરોસતા પહેલા કેકને રેફ્રિજરેટ કરો જેથી કરીને તે યોગ્ય રીતે સેટ થઈ જાય અને કેકની ક્લીન વેજ કાપી શકો. ૫. સ્પોજના આડા સ્તરોને પણ કાપવા માટે દાણાદાર છરીનો ઉપયોગ કરો.
Add your private note
ઇંડા રહિત રેડ વેલ્વેટ કેક - Eggless Red Velvet Cake Recipe in Gujarati
તૈયારીનો સમય:    બેકિંગનું તાપમાન: ૧૮૦° સે (૩૬૦° ફે)   બેકિંગનો સમય: ૪૫ મિનિટ   બનાવવાનો Time:    કુલ સમય:    
૧ કેક માટે
કેક સ્પંજ માટે- એક ઊંડા બાઉલમાં, માખણ અને કન્ડેન્સ્ડ મીલ્ક ભેગું કરો. હલકું થવા સુધી સારી રીતે મિક્સ કરો.
- રેડ વેલ્વેટ ઇમલ્સન અને દૂધ ઉમેરો. સારી રીતે મિક્સ કરો.
- મેંદામાં કોકો પાવડર, બેકિંગ પાવડર અને બેકિંગ સોડાને મિક્સ કરી ચારણી વડે ચાળી લો.
- ગઠ્ઠો મુક્ત બેટર બનાવવા માટે સારી રીતે હલાવો.
- બેટરને લાઇન્ડ કેક ટીનમાં સ્થાનાંતરિત કરો અને પહેલાથી ગરમ કરેલા ઓવનમાં ૧૮૦° સે (૩૬૦° ફે) પર ૩૫-૪૦ મિનિટ માટે બેક કરો.
- પછી બહાર કાઢો અને તેને સંપૂર્ણપણે ઠંડુ થવા દો.
- કેકને ડિમોલ્ડ કરો અને તીક્ષ્ણ ધારદાર છરીનો ઉપયોગ કરીને કેકને ૩ સમાન સ્તરોમાં આડી રીતે કાપો. બાજુ પર રાખો.
ક્રીમ ચીઝના ફ્રોસ્ટીંગ માટે- એક ઊંડા બાઉલમાં ક્રીમ ચીઝ, વેનીલા ઍક્સટ્રૅક્ટ અને પીસેલી સાકર ઉમેરો.
- હલકું અને ક્રીમી થાય ત્યાં સુધી ઇલેક્ટ્રિક બીટરનો ઉપયોગ કરીને એક મિનિટ માટે બીટ કરો.
- બીટન વ્હીપ્ડ ક્રીમ ઉમેરો અને ક્રીમ ચીઝના મિશ્રણને ફોલ્ડ કરો.
વ્હાઇટ ચોકલેટ ગનાશ માટે- એક નોન-સ્ટીક પેનમાં, તાજી ક્રીમને મધ્યમ આંચ પર ગરમ કરો.
- સમારેલી સફેદ ચોકલેટ ઉમેરો. સ્મૂધ થાય ત્યાં સુધી તાજી ક્રીમ સાથે સારી રીતે મિક્સ કરો.
- એક બાઉલમાં કાઢીને બાજુ પર રાખો.
સુગર સીરપ માટે- એક નાના બાઉલમાં પીસેલી સાકર અને ૧/૪ કપ પાણી ઉમેરો, સારી રીતે મિક્સ કરો અને બાજુ પર રાખો.
કેવી રીતે આગળ વધવું- ટર્ન ટેબલ પર કેક બોર્ડ મૂકો અને મધ્યમાં થોડું આઈસિંગ લગાવો.
- સ્પોજનું મધ્ય સ્તર મૂકો અને તેના પર સમાનરૂપે સુગર સીરપ લગાવો.
- ૧/૨ કપ ક્રીમ ચીઝ ફ્રોસ્ટિંગ મૂકો અને તેને પેલેટ નાઇફનો ઉપયોગ કરીને સમાનરૂપે ફેલાવો.
- ૨ ટેબલસ્પૂન સફેદ ચોકલેટ ગનાશ નાખો અને તેને સરખી રીતે ફેલાવો.
- સ્પોજ ઉપરના સ્તરને આઈસિંગ પર ઊંધું રાખો અને વધુ એક આઈસિંગ લેયર બનાવવા માટે પગલાંઓનું પુનરાવર્તન કરો.
- છેલ્લું સ્પોન્જ સ્તર મૂકો અને તેને હળવા હાથે દબાવો.
- સુગર સીરપને સ્પોજ પર સરખી રીતે લગાવો અને કેકની ઉપર અને બાજુઓ પર વ્હીપ્ડ ક્રીમ લગાવો.
- પેલેટ નાઈફ અથવા સ્ક્રેપરનો ઉપયોગ કરીને કેકને બધી બાજુથી આઈસિંગથી ઢાંકી દો.
- હોટ પેલેટ નાઈફનો ઉપયોગ કરીને કેકનું અંતિમ ફિનિશિંગ કરો. કેક કોમ્બનો ઉપયોગ કરીને બાજુઓ પર ડિઝાઇન બનાવો.
- ટોચ પર સફેદ ચોકલેટ ગનાશ ડ્રિજ઼લ કરો.
- તાજા લાલ ગુલાબનો ઉપયોગ કરીને કેકને શણગારો.
- અડધો કલાક રેફ્રિજરેટ કરો, વેજમાં કાપીને ઇંડા રહિત રેડ વેલ્વેટ કેકને પીરસો.
Other Related Recipes
ઇંડા રહિત રેડ વેલ્વેટ કેક has not been reviewed
Tried this recipe?. Post a review! Let everyone know how it turned out.
No critical reviews posted for this recipe
You are not signed in. To post a recipe review note requires you to
Sign In to your account
Rate this recipe
Review this recipe (optional)
You are not signed in. To post a private recipe note requires you to
Sign In to your Gold or Silver account
Add your private note to this recipe