ચિક પી ઍન્ડ મિંટ વોફલ | Eggless Chickpea Waffle
તરલા દલાલ દ્વારા
Added to 23 cookbooks
This recipe has been viewed 7306 times
આ વોફલ ખૂબ જ કરકરી અને એકદમ અલગ જ અનુભવ કરાવે છે. ખરેખર આ ચિક પી ઍન્ડ મિંટ વોફલ
એક તદ્દન અલગ પ્રકારનો નાસ્તો છે. ક્રશ કરેલા કાબુલી ચણા અને ફૂદીનાના ખીરામાંથી બને છે આ સ્વાદિષ્ટ અને આરોગ્યદાયક વોફલ જે ફાઇબર, વિટામિન એ અને પ્રોટીનથી ભરપૂર છે અને તેની પૌષ્ટિક્તા ને કારણે તમને દીવસભરની તાકત મળી રહે છે.
Method- એક બાઉલમાં ફ્રૂટ સોલ્ટ સિવાયની બધી સામગ્રી ભેગી કરી, ૧/૨ કપ પાણી મેળવી, સારી રીતે મિક્સ કરી લો. હવે તેની પર ઢાંકણ ઢાંકી ૧૫ મિનિટ સુધી બાજુ પર રાખો.
- હવે તેમાં બીજું ૧/૨ કપ પાણી ઉમેરી, સારી રીતે મિક્સ કરી લો.
- આગળથી વોફલ આઇરનને ખૂબ જ ગરમ કરી રાખો.
- ખીરામાં ફ્રૂટ સોલ્ટ ઉમેરો અને તેની પર ૨ ટીસ્પૂન પાણી નાંખો અને જ્યારે પરપોટા થાય ત્યારે હળવેથી હલાવી લો.
- હવે આ મિશ્રણના ૫ સરખા ભાગ પાડી બાજુ પર રાખો.
- હવે વોફલ આઇરન પર ૧/૪ ટીસ્પુન તેલ ચોપડી વોફલ આઇરનના બન્ને સાંચામાં મિશ્રણનો એક એક ભાગ રેડી ૧/૪ ટીસ્પૂન તેલની મદદથી ૮ થી ૧૦ મિનિટ અથવા વોફલ કરકરૂ અને બન્ને બાજુએથી ગોલ્ડન બ્રાઉન થાય તેયાં સુધી શેકી લો.
- હવે બાકીના ખીરામાંથી ૩ વોફલ બનાવી લો.
- પૌષ્ટિક લીલી ચટણી સાથે તરત જ પીરસો.
હાથવગી સલાહ:- ૧ કપ પલાળીને ક્રશ કરેલા કાબુલી ચણા માટે ૧/૨ કપ કાબુલી ચણાને પાણીમાં પલાળી ક્રશ કરો.
Other Related Recipes
Accompaniments
ચિક પી ઍન્ડ મિંટ વોફલ has not been reviewed
1 FAVOURABLE REVIEW
The most Helpful Favourable review
Reviewed By
Mruga D,
September 09, 2014
Waffles using Chickpeas..WOW!!...combo of chickpea and mint makes a lovely breakfast...its little time consuming..but the end product is just amazing...full of fibre and vitamins...
See more favourable reviews...
No critical reviews posted for this recipe
You are not signed in. To post a recipe review note requires you to
Sign In to your account
Rate this recipe
Review this recipe (optional)
You are not signed in. To post a private recipe note requires you to
Sign In to your Gold or Silver account
Add your private note to this recipe