દાલ પંડોળી | ગુજરાતી સ્ટીમ્ડ રેસીપી | પાલક પંડોળી રેસીપી | Dal Pandoli, Palak Chola Dal Pandoli
તરલા દલાલ દ્વારા
Added to 127 cookbooks
This recipe has been viewed 6936 times
દાલ પંડોળી | ગુજરાતી સ્ટીમ્ડ રેસીપી | પાલક પંડોળી રેસીપી | dal pandoli in gujarati.
પાંડોલી એક ગુજરાતી નાસ્તાની વાનગી છે જે એક અલગ પધ્ધતિથી એટલે ડબલ બોઇલરનો ઉપયોગ કરી તૈયાર કરવામાં આવે છે. છોલા દાળ કે જેમાં પ્રોટીન, કૅલ્શિયમ, લોહ અને ફોલિક એસિડ જેવા તત્વો રહેલા છે, તેના વડે આ વાનગી વધુ પૌષ્ટિક બને છે.
જો કે દાળની પાચનક્ષમતા વધારવા માટે તેને થોડા કલાક પલાળવી રાખવી ખૂબ જ જરૂરી છે. તમે આ દાલ પાંડોલી મોલ્ડમાં પણ બનાવી શકો છો. અહીં મે તેને રસપ્રદ અને રંગીન બનાવવા તેમાં પાલક ઉમેરી છે.
ખરેખર તો તમે પણ તમારી પસંદના કોઇપણ પાંદડાવાળા શાકભાજી તેમાં ઉમેરી શકો છો. આ પૌષ્ટિક પાંડોલીની મજા તમે લીલી ચટણી અથવા નાળિયેરની ચટણી સાથે આનંદથી માણી શકશો.
Method- દાળને ઘોઇને જરૂરી પાણી સાથે એક ઊંડા બાઉલમાં ૩ કલાક સુધી પલાળી રાખ્યા બાદ નીતારી લો.
- હવે આ દાળ સાથે પાલક, લીલા મરચાં, દહીં અને ૧ ટેબલસ્પૂન પાણી ઉમેરીને મિક્સરમાં ફેરવી સુંવાળું મિશ્રણ તૈયાર કરો.
- આમ તૈયાર થયેલા મિશ્રણને એક ઊંડા બાઉલમાં મૂકી તેમાં હીંગ અને મીઠું મેળવી સારી રીતે મિક્સ કરી લો.
- તે પછી આ ખીરામાં ખાવાની સોડા ઉમેરી હળવેથી મિક્સ કરી લો.
- હવે એક ઊંડા વાસણમાં અડધો ભાગ ભરાય એટલું પાણી ઉમેરી તેની પર એક મલમલના કપડાને સખત રીતે બાંધીને ઢાંકી લીધા પછી વાસણને ગરમ કરવા મૂકો અને પાણી ઉકળવા માંડે ત્યાં સુધી ગરમ કરી લો.
- તે પછી તૈયાર કરેલા ખીરનો એક એક ચમચા જેટલું ખીરૂં થોડા-થોડા અતંરે મલમલના કપડા પર મૂકો. એક સાથે તમે પાંચ પાંડોલી બનાવી શકશો.
- તે પછી વાસણને ઊંડા ગોળ ઢાંકણ વડે ઢાંકી પાંડોલીને ૫ થી ૭ મિનિટ સુધી બાફી લો.
- રીત ક્રમાંક ૬ અને ૭ મુજબ બીજી વધુ ૫ પાંડોલી તૈયાર કરો.
- લીલી ચટણી સાથે તરત જ પીરસો.
Other Related Recipes
દાલ પાંડોલી has not been reviewed
2 FAVOURABLE REVIEWS
The most Helpful Favourable review
Reviewed By
Loves Food,
July 09, 2012
Dal Pandoli a Gujrathi steamed dal and spinach dumpling with curds and spiced with green chillies. Low cal and healthy.
See more favourable reviews...
You are not signed in. To post a recipe review note requires you to
Sign In to your account
Rate this recipe
Review this recipe (optional)
You are not signed in. To post a private recipe note requires you to
Sign In to your Gold or Silver account
Add your private note to this recipe