ક્રીમ ચીઝ સૅન્ડવીચ ની રેસીપી | Cream Cheese Sandwich


દ્વારા

આ ઠંડા સૅન્ડવીચમાં તમને જોઇતી બધી મજા જેવી કે મજેદાર પૂરણ, તાજગી, સ્વાદ વગેરે મળી રહે છે. આ ક્રીમ ચીઝ સૅન્ડવીચ આનંદદાઇ પણ એટલું જ છે કારણકે તેમાં વિચારપૂર્વકનું સંયોજન છે એટલે કે રસદાર અને કરકરી શાકભાજી અને ક્રીમ ચીઝ, હર્બસ અને મસાલા વગેરે.

આ સૅન્ડવીચ બનાવવામાં પણ અતિ સરળ અને ઝટપટ તૈયાર કરી શકાય છે કારણકે તેમાં વપરાતી બધી વસ્તુઓ તમારા રેફ્રીજરેટરમાં હાજર જ હશે, એટલે જ્યારે પણ તમને ભૂખ લાગે ત્યારે થોડા સમયમાં તે બનાવી શકશો. બાળકો તથા વડીલોને આ ચીઝ સૅન્ડવીચ પ્રેમથી આરોગવાની મજા આવશે.

Add your private note

ક્રીમ ચીઝ સૅન્ડવીચ ની રેસીપી - Cream Cheese Sandwich recipe in Gujarati

તૈયારીનો સમય:    બનાવવાનો Time:    કુલ સમય:     ૪ સૅન્ડવીચીઝ માટે
મને બતાવો સૅન્ડવીચીઝ માટે

સામગ્રી

ક્રીમ ચીઝ સૅન્ડવીચ ની રેસીપી બનાવવા માટે
૩/૪ કપ તૈયાર મળતું ક્રીમ ચીઝ
૧/૪ કપ ઝીણા સમારીને બી કાઢી લીધેલા ટમેટા
૧/૪ કપ ઝીણા સમારેલા સિમલા મરચાં (લાલ , પીળા અને લીલા)
૧/૨ ટીસ્પૂન મિક્સ સૂકા હર્બસ
૧ ટીસ્પૂન સૂકા લાલ મરચાંના ફ્લેક્સ
૨ ટેબલસ્પૂન સમારેલા બેસિલના પાન
મીઠું, સ્વાદાનુસાર

બીજી જરૂરી વસ્તુઓ
બ્રેડની સ્લાઇસ
૪ ટીસ્પૂન માખણ, ચોપડવા માટે
વિધિ
    Method
  1. ક્રીમ ચીઝ સૅન્ડવીચ ની રેસીપી બનાવવા માટે, તેયાર કરેલા પૂરણના ૪ સરખા ભાગ પાડીને બાજુ પર રાખો.
  2. હવે બ્રેડની બધી સ્લાઇસની બાજુઓ કાપીને દરેક બ્રેડ પર ૧/૨ ટીસ્પૂન માખણ ચોપડી લો.
  3. હવે બ્રેડની એક સ્લાઇસ પર તૈયાર કરેલા પૂરણનો ૧ ભાગ સરખી રીતે પાથરી લીધા પછી તેની પર બ્રેડની એક સ્લાઇસનો માખણ ચોપડેલો ભાગ અદંર રહે તે રીતે સ્લાઇસ મૂકો.
  4. રીત ક્રમાંક ૩ મુજબ બીજા વધુ ૩ સૅન્ડવીચ તૈયાર કરો.
  5. દરેક સૅન્ડવીચને ત્રિકોણ આકારમાં કાપીને ૨ ટુકડા કરીને પીરસો.


Also View These Popular Recipes

REGISTER NOW If you are a new user.
Or Sign In here, if you are an existing member.

Login Name
Password

Forgot Login / Password?Click here

If your Gmail or Facebook email id is registered with Tarladalal.com, the accounts will be merged. If the respective id is not registered, a new Tarladalal.com account will be created.

Are you sure you want to delete this review ?

Click OK to sign out from tarladalal.
For security reasons (specially on shared computers), proceed to Google and sign out from your Google account.

Reviews