કોર્ન એન્ચીલાડા | મેક્સીકન કોર્ન અને ચીઝ એન્ચીલાડા | એન્ચીલાડા | સરળ ચીઝી એન્ચીલાડા | Corn Enchiladas
તરલા દલાલ દ્વારા
Added to 259 cookbooks
This recipe has been viewed 5805 times
કોર્ન એન્ચીલાડા | મેક્સીકન કોર્ન અને ચીઝ એન્ચીલાડા | સરળ ચીઝી એન્ચીલાડા | corn enchiladas in gujarati | with 32 images.
કોર્ન એન્ચીલાડા એક પ્રખ્યાત મેક્સિકન વાનગી છે, જેમાં નરમ અને મજેદાર પૅનકેકની વચ્ચે કોર્ન અને અન્ય ભાજીવાળા વાઇટ સૉસનું મિશ્રણ ભરવામાં આવે છે. આ ઉપરાંત ઉપરથી ટમેટાનું સૉસ, કાંદા, લીલા કાંદા અને ખમણેલું ચીઝ મેળવ્યા પછી આ કોર્ન એન્ચીલાડા બેક કરવા તૈયાર થાય છે. ચીઝનું થર તેને મલાઇદાર રૂપ આપશે, જે તમને એવું સ્વાદિષ્ટ લાગશે કે તમે ખાઇને તૃપ્ત થઇ જશો. આમ તો કોર્ન એન્ચીલાડા કોઇપણ અન્ય વાનગી વગર પણ ખાઇ શકાય એવા છે, છતાં તમે તેની સાથે ટમેટા, કોબી અને બીનનું સુપ અથવા મેક્સિકન રાઇસ પીરસીને સંપૂર્ણ જમણનો અહેસાસ પણ મેળવી શકો છો.
પૅનકેક માટે- એક ઊંડા બાઉલમાં મેંદો, મીઠું અને ૩/૪ કપ પાણી મેળવી સારી રીતે જેરી લો જેથી તેમાં ગઠોડા ન રહે.
- એક ૧૨૫ મી. મી. (૫”)ના ગોળાકાર પૅનમાં પીગળાવેલું માખણ ચોપડી લો.
- તે પછી તેમાં એક ચમચા જેટલું ખીરૂ રેડી, પૅનને ઝડપથી એક બાજુએથી નમાવી લો જેથી ખીરૂ પૅનમાં સરખી માત્રામાં પથરાઇ જાય.
- હવે જ્યારે પૅનકેકની બાજુઓ ઉખડી જવા માંડે, ત્યારે પૅનકેકને ઉથલાવી તેની બીજી બાજુની કીનારી પર થોડું માખણ રેડીને ૩૦ સેકંડ સુધી રાંધી લો.
- રીત ક્રમાંક ૨ થી ૪ મુજબ વધુ ૫ પૅનકેક તૈયાર કરો.
કોર્નનું પૂરણ તૈયાર કરવા માટે- એક પહોળા નૉન-સ્ટીક પૅનમાં તેલ ગરમ કરી, તેમાં લસણ અને કાંદા મેળવી મધ્યમ તાપ પર ૨ મિનિટ સુધી સાંતળી લો.
- તે પછી સિમલા મરચાં ઉમેરી મધ્યમ તાપ પર ૨ મિનિટ સુધી સાંતળી લો.
- તે પછી તેમાં સૂકા લાલ મરચાંના ફ્લેકસ્ તથા મકાઇ ઉમેરી મધ્યમ તાપ પર વધુ ૧ મિનિટ સુધી સાંતળી લો.
- તે પછી તેમાં સફેદ સૉસ તથા થોડું મીઠું ઉમેરી, સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૨ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો. આમ તૈયાર થયેલા પૂરણને બાજુ પર રાખો.
ટમેટાના સૉસ માટે- મિક્સરની જારમાં ટમેટા, કાંદા અને લસણ મેળવીને થોડું પણ પાણી ઉમેર્યા વગર સુંવાળી પેસ્ટ તૈયાર કરી બાજુ પર રાખો.
- એક પહોળા નૉન-સ્ટીક પૅનમાં તેલ ગરમ કરી, તેમાં લીલા કાંદાનો સફેદ તથા લીલો ભાગ મેળવી મધ્યમ તાપ પર ૩૦ સેકંડ સુધી સાંતળી લો.
- તે પછી તેમાં બાકી રહેલી બધી વસ્તુઓની સાથે તૈયાર કરેલી ટમેટા-કાંદાની પેસ્ટ ઉમેરી, સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૩ થી ૪ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લીધા પછી તેને બાજું પર રાખો.
આગળની રીત- તૈયાર કરેલા પૂરણના ૬ સરખા ભાગ પાડી બાજુ પર રાખો.
- હવે તૈયાર કરેલા ૧ પૅનકેકને સાફ અને સૂકી જગ્યા પર રાખી તેની મધ્યમાં પૂરણનો એક ભાગ મૂકી તેની પર ૧ ટેબલસ્પૂન ચીઝ સરખી રીતે છાંટી, પૅનકેકની એક બાજુએથી શરૂ કરી બીજી બાજુ સુધી વાળીને ગોળ રોલ બનાવો.
- રીત ક્રમાંક ૨ મુજબ બીજા ૫ પૅનકેક તૈયાર કરો.
- હવે બેકિંગ ડીશમાં ૧/૪ કપ તૈયાર કરેલું ટમેટાનું સૉસ સરખી રીતે પાથરી તેની પર તૈયાર કરેલા પૅનકેક ગોઠવી લો.
- તે પછી તેની પર બાકી રહેલું ટમેટાનું સૉસ સરખી રીતે રેડી લો. છેલ્લે તેની પર ચીઝ છાંટી લો.
- આગળથી ગરમ કરેલા ઑવનમાં આ બેકિંગ ડીશ મૂકી ૨૦૦° સે (૪૦૦° ફે) તાપમાન પર ૧૫ મિનિટ સુધી બેક કરી લો.
- તરત જ પીરસો.
Other Related Recipes
કોર્ન એન્ચીલાડા | મેક્સીકન કોર્ન અને ચીઝ એન્ચીલાડા | એન્ચીલાડા | સરળ ચીઝી એન્ચીલાડા | has not been reviewed
1 FAVOURABLE REVIEW
The most Helpful Favourable review
Reviewed By
Leena_Dhoot,
January 01, 2011
Typically mexican, hot and spicy! Loved the enchiladas!
1 of 1 members found this review helpful
See more favourable reviews...
No critical reviews posted for this recipe
You are not signed in. To post a recipe review note requires you to
Sign In to your account
Rate this recipe
Review this recipe (optional)
You are not signed in. To post a private recipe note requires you to
Sign In to your Gold or Silver account
Add your private note to this recipe