કોર્ન અને સેલેરિ ચાવડર ની રેસીપી | Corn and Celery Chowder
તરલા દલાલ દ્વારા
Added to 18 cookbooks
This recipe has been viewed 3909 times
એક અતિ ઉત્તમ અંગ્રેજી સૂપ જે તમારી ઇન્દ્રિયોને સતેજ કરી નાખશે. ચાવડર શબ્દ મૂળ તો ઇગ્લંડના માછીમારો પોતાની જાળી જ્યારે પાણીમાં ફેંકી માછલા પકડીને એક પાત્રમાં ભેગા કરી તેમાં વિવિધ સામગ્રી મેળવીને જે સૂપ તૈયાર કરે તેને કહેવાય છે. આજે તો આ ચાવડર સૂપ અમેરિકામાં વ્યાપક પ્રમાણમાં પ્રખ્યાત છે. અમે અહીં આ સૂપનો શાકાહારી રૂપમાં મકાઇ, સેલેરિ અને અલગ-અલગ શાકભાજી મેળવી, તેને સફેદ મલાઇદાર, સ્વાદિષ્ટ અને આકર્ષક બનાવ્યું છે.
Add your private note
કોર્ન અને સેલેરિ ચાવડર ની રેસીપી - Corn and Celery Chowder recipe in Gujarati
તૈયારીનો સમય:    બનાવવાનો સમય:    કુલ સમય:    
૫ માત્રા માટે
૫ ટેબલસ્પૂન સમારેલી દૂધી
૫ ટેબલસ્પૂન સમારેલા બટાટા
૫ ટેબલસ્પૂન સમારેલા કાંદા
૧/૪ કપ સમારેલી કોબી
૧ ટેબલસ્પૂન માખણ
૧/૪ કપ સમારેલા કાંદા
૧/૪ કપ ઝીણી સમારેલી સેલેરિ
૨ ટેબલસ્પૂન મેંદો
૧ કપ દૂધ
૩/૪ કપ રાંધેલા મકાઇના દાણા
મીઠું અને મરી , સ્વાદાનુસાર
૧ ટેબલસ્પૂન સમારેલી સેલેરિ
૨ ટેબલસ્પૂન ખમણેલું પ્રોસેસ્ડ ચીઝ
સફેદ સ્ટૉક માટે- એક ઊંડા પૅનમાં બધી શાકભાજી સાથે ૪ કપ પાણી મેળવી મધ્યમ તાપ પર ૨૦ મિનિટ સુધી બાફી ઠંડા થવા બાજુ પર રાખો.
- તે પછી તેને મિક્સરમાં ફેરવી સુંવાળું મિશ્રણ તૈયાર કરી ગરણીથી ગાળી લીધા પછી બાજુ પર રાખો.
આગળની રીત- એક ઊંડા નૉન-સ્ટીક પૅનમાં માખણ ગરમ કરી તેમાં કાંદા અને સેલેરિ મેળવી મધ્યમ તાપ પર ૨ મિનિટ સુધી સાંતળી લો.
- તે પછી તેમાં મેંદો મેળવી સારી રીતે મિક્સ કરી ધીમા તાપ પર સતત હલાવતા રહી ૧ મિનિટ સુધી રાંધી લો.
- તે પછી તેમાં તૈયાર કરેલું સફેદ સ્ટૉક અને દૂધ મેળવી, સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર સતત હલાવતા રહી ૫ મિનિટ સુધી રાંધી લો.
- છેલ્લે તેમાં મકાઇ, મીઠું અને મરી મેળવી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર વચ્ચે-વચ્ચે હલાવતા રહી ૪ મિનિટ સુધી રાંધી લો.
- સેલેરિ અને ચીઝ વડે સજાવીને ગરમ ગરમ પીરસો.
Other Related Recipes
Accompaniments
કોર્ન અને સેલેરિ ચાવડર ની રેસીપી has not been reviewed
No critical reviews posted for this recipe
You are not signed in. To post a recipe review note requires you to
Sign In to your account
Rate this recipe
Review this recipe (optional)
You are not signed in. To post a private recipe note requires you to
Sign In to your Gold or Silver account
Add your private note to this recipe