ચોકલેટ ટ્રુફલ આઇસક્રીમ ની રેસીપી | Chocolate Truffle Ice Cream
તરલા દલાલ દ્વારા
Added to 246 cookbooks
This recipe has been viewed 4609 times
ઘરમાં કોઇ ખાસ પ્રસંગની ઉજવણી હોય અને તેમાં ઘરે જ તૈયાર કરેલી ચોકલેટ ટ્રુફલ આઇસક્રીમ હોય, તો તેના જેવી ઉજવણી બીજી કઇ ગણાય? એક મજેદાર અને આનંદદાયક ડાર્ક ચોકલેટ અને તાજા ક્રીમ સાથે બનતી આ ચોકલેટ ટ્રુફલ આઇસક્રીમ નાના બાળકો જ્યારે ચાખશે, ત્યારે તો તેમને અતિ આનંદ મળશે એની ખાત્રી અમે આપી શકીએ.
શાહી બનવા ઉપરાંત આ ચોકલેટ ટ્રુફલ આઇસક્રીમમાં ડાર્ક ચોકલેટની ખુશ્બુ મોટાઓને પણ એટલી જ પસંદ પડશે. આ આઇસક્રીમને વધુ મજેદાર બનાવવામાં તમે તેમાં ચોકલેટના નાના ટુકડા ઉમેરી આનંદમાં વધારો કરી શકો.
ચોકલેટ ટ્રુફલ આઇસક્રીમ ની રેસીપી બનાવવા માટે- એક બાઉલમાં ૨ ટેબલસ્પૂન ઠંડા પાણી સાથે કોર્નફ્લોર મેળવી સારી રીતે મિક્સ કરી બાજુ પર રાખો.
- બીજા એક પહોળા નૉન-સ્ટીક પૅનમાં ૨ ટેબલસ્પૂન પાણી ઉકાળી લો. તેને તાપ પરથી નીચે ઉતારી લીધા પછી તેમાં ડાર્ક ચોકલેટ મેળવી સારી રીતે મિક્સ કરી સુંવાળું સૉસ બનાવીને બાજુ પર રાખો.
- બીજા એક ઊંડા નૉન-સ્ટીક પૅનમાં દૂધને ૨ થી ૩ મિનિટ સુધી ગરમ કરી લો.
- તે પછી તેમાં કોર્નફ્લોરનું મિશ્રણ અને કેસ્ટર શુગર મેળવી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર સતત હલાવતા રહી ૨ મિનિટ સુધી રાંધી લો.
- ૫. આ દૂધને તાપ પરથી નીચે ઉતારી સંપૂર્ણ ઠંડું થવા બાજુ પર રાખો.
- જ્યારે દૂધ સંપૂર્ણ ઠંડું થઇ જાય તે પછી તેમાં તાજું ક્રીમ અને પીગળાવેલી ચોકલેટનું મિશ્રણ મેળવી મથની (whisk) વડે સારી રીતે મિક્સ કરી લો.
- આ ચોકલેટના મિશ્રણને એક છીછરા (shallow) એલ્યુમિનિયમના પાત્રમાં રેડી તેને એલ્યુમિનિયમ ફોઇલ વડે ઢાંકીને રેફ્રીજરેટરમાં ૬ કલાક અથવા તે અર્ધુ સેટ થાય ત્યાં સુધી રાખી મૂકો.
- તે પછી આ મિશ્રણને મિક્સરના જારમાં રેડીને પીસીને સુંવાળું બનાવી લો.
- હવે ફરીથી આ મિશ્રણને એક છીછરા (shallow) એલ્યુમિનિયમના પાત્રમાં રેડી લો. તેને એલ્યુમિનિયમ ફોઇલ વડે ઢાંકીને રેફ્રીજરેટરમાં લગભગ ૧૦ કલાક અથવા તો તે બરોબર જામી જાય ત્યાં સુધી રાખી મૂકો.
- પીરસવાના સમયે તેને રેફ્રીજરેટરમાંથી ચોકલેટ ટ્રુફલ આઇસક્રીમ બહાર કાઢીને, ૨ થી ૩ મિનિટ રાખી મૂક્યા પછી સ્કુપ કરી તરત જ પીરસો.
Other Related Recipes
ચોકલેટ ટ્રુફલ આઇસક્રીમ ની રેસીપી has not been reviewed
No critical reviews posted for this recipe
You are not signed in. To post a recipe review note requires you to
Sign In to your account
Rate this recipe
Review this recipe (optional)
You are not signed in. To post a private recipe note requires you to
Sign In to your Gold or Silver account
Add your private note to this recipe