ચીઝી રાઇસ ટાર્ટલેટ ની રેસીપી | Cheesy Rice Tartlet
તરલા દલાલ દ્વારા
Added to 72 cookbooks
This recipe has been viewed 4857 times
આ કરકરા બ્રેડના ટાર્ટલેટની ખાસિયત છે તેનું મલાઇદાર મિશ્રણ, જે નરમ ભાત, મજેદાર ચીઝ અને રંગબેરંગી શાક તથા લસણ અને ચીલી ફ્લેક્સની સુગંધવાળું તૈયાર થાય છે.
આ ચીઝી રાઇસ ટાર્ટલેટની રચના અને તેની સુવાસમાં ચીઝનું જ વધારે પ્રભુત્વ છે. ભરપૂર માત્રામાં ભાતનું પૂરણ તેની ઘનતા વધારે છે છતાં તેને નરમ અને મનપસંદ બનાવે છે.
ચિક પી ઍન્ડ મિંટ વોફલ અને બટાટા અને પનીરના રોલ વ્યંજન પણ અજમાવો.
ટાર્ટલેટ માટે- એક મફીન ટ્રેના ૫ મફીન મોલ્ડ પર અથવા ૫ ટાર્ટ મોલ્ડ પર થોડું માખણ ચોપડીને બાજુ પર રાખો.
- બ્રેડની સ્લાઇસની કીનારીઓ કાપીને વેલણ ફેરવી સ્લાઇસને પાતળી કરી લો.
- બ્રેડની દરેક સ્લાઇસને મફીન મોલ્ડ અથવા ટાર્ટ મોલ્ડમાં હલકે હાથે મૂકી દો.
- આગળથી ગરમ કરેલા ઑવનમાં ૨૦૦° સે (૪૦૦° ફે) તાપમાન પર તેને ૧૫ મિનિટ સુધી અથવા તે કરકરા બની ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી બેક કરી બાજુ પર રાખો.
પૂરણ માટે- એક પહોળા નૉન-સ્ટીક પૅનમાં માખણ ગરમ કરી, તેમાં લસણ નાંખીને મધ્યમ તાપ થોડી સેકંડ સુધી સાંતળી લો.
- તે પછી તેમાં લીલા કાંદા મેળવી મધ્યમ તાપ પર ૧ મિનિટ સુધી સાંતળી લો.
- તે પછી તેમાં સિમલા મરચાં મેળવી મધ્યમ તાપ પર વધુ ૧ મિનિટ સુધી સાંતળી લો.
- તે પછી તેમાં ચીઝ, ક્રીમ અને દૂધ મેળવી, સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૧ મિનિટ સુધી સાંતળી લો.
- છેલ્લે તેમાં રાંધેલા ભાત, સૂકા લાલ મરચાંના ફ્લેક્સ્ અને મીઠું મેળવી, સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર વધુ ૨ થી ૩ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
- આ પૂરણના ૫ સરખા ભાગ પાડી બાજુ પર રાખો.
આગળની રીત- દરેક બેક કરેલા બ્રેડ ટાર્ટલેટ પર પૂરણનો એક ભાગ મૂકો.
- તરત જ પીરસો.
Other Related Recipes
ચીઝી રાઇસ ટાર્ટલેટ ની રેસીપી has not been reviewed
Tried this recipe?. Post a review! Let everyone know how it turned out.
No critical reviews posted for this recipe
You are not signed in. To post a recipe review note requires you to
Sign In to your account
Rate this recipe
Review this recipe (optional)
You are not signed in. To post a private recipe note requires you to
Sign In to your Gold or Silver account
Add your private note to this recipe