ચીઝી પૅપર રાઇસ | Cheesy Pepper Rice, Mexican Cheesy Pepper Rice
તરલા દલાલ દ્વારા
Added to 282 cookbooks
This recipe has been viewed 4353 times
જો કે આપણે આપણી પ્રાચીન શૈલી પર આધારિત ચોખાની વાનગીઓ જેવી કે પુલાવ, ખીચડી અને બિરયાની ખાવાની પસંદ જરૂર કરીએ, પણ હવે એવો સમય આવ્યો છે કે દુનિયાના બીજા ભાગોમાં બનતી ભાતની વાનગીઓને પણ આપણે આપણી જમવાની ટેબલ પર રજૂ કરવી પસંદ કરીએ છીએ. જ્યારે તમને આવી આંતરરાષ્ટ્રીય વાનગી આરોગવાનો મન થાય ત્યારે આ ચીઝી પૅપર રાઇસ જરૂર અજમાવવા જેવી વાનગી છે. વિવિધ શાકના સંયોજન અને લસણ તથા મરચાંની તીવ્રતા સાથે તેમાં ભરપુર માત્રામાં ચીઝ ઉમેરીને બનતી આ વાનગીની અતિ તીવ્ર સુવાસ અને મધુર રચના યુવાનો અને વયસ્કોને પણ આકર્ષક કરે એવી છે. તેની મજા તો જ્યારે તમે તેને તાજી અને ગરમ ગરમ ચાખો ત્યારે જ મળશે.
ભાત માટે- એક ઊંડા નૉન-સ્ટીક પૅનમાં તેલ ગરમ કરી, તેમાં ચોખા મેળવીને મધ્યમ તાપ પર તેને ૩ મિનિટ સુધી સાંતળી લો.
- તે પછી તેમાં ૩ કપ પાણી મેળવી, હળવેથી મિક્સ કરીને પૅનને ઢાંકીને મધ્યમ તાપ પર ૧૦ થી ૧૨ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો. બાજુ પર મુકી દો.
આગળની રીત- એક પહોળા નૉન-સ્ટીક પૅનને ગરમ કરી, તેમાં લાલ કાશ્મીરી મરચાં નાંખીને મધ્યમ તાપ પર ૧ મિનિટ સુધી સાંતળી લો.
- આ સાંતળેલા લાલ મરચાં, લસણ અને ૨ ટેબલસ્પૂન પાણી મિક્સરમાં મેળવી કરકરી પેસ્ટ તૈયાર કરી બાજુ પર રાખો.
- એક પહોળા નૉન-સ્ટીક પૅનમાં તેલ ગરમ કરી, તેમાં કાંદા અને સિમલા મરચાં મેળવી મધ્યમ તાપ પર ૨ મિનિટ સુધી સાંતળી લો.
- તે પછી તેમાં મરચાં-લસણની કરકરી પેસ્ટ મેળવી મધ્યમ તાપ પર ૧ મિનિટ સુધી સાંતળી લો.
- છેલ્લે તેમાં ભાત અને મીઠું મેળવી, સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર વધુ ૧ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
- ચીઝ વડે સજાવીને ગરમ ગરમ પીરસો.
Other Related Recipes
Accompaniments
ચીઝી પૅપર રાઇસ has not been reviewed
2 FAVOURABLE REVIEWS
The most Helpful Favourable review
Reviewed By
Leena_Dhoot,
December 09, 2010
very unique recipe!! loved it! its pleasant to look at as well. the cheese makes it really yummy!
See more favourable reviews...
No critical reviews posted for this recipe
You are not signed in. To post a recipe review note requires you to
Sign In to your account
Rate this recipe
Review this recipe (optional)
You are not signed in. To post a private recipe note requires you to
Sign In to your Gold or Silver account
Add your private note to this recipe