ચાટ મસાલો ની રેસીપી | Chaat Masala ( Chaat)
તરલા દલાલ દ્વારા
Added to 314 cookbooks
This recipe has been viewed 10583 times
લગભગ બધા ચાટ મસાલા નાજુક અને જીભને ગમી જાય એવો સ્વાદ ધરાવતા હોય છે અને તે આપણા રોજના વપરાતા મસાલા વડે તૈયાર કરવામાં આવે છે.
ફક્ત હોશિયારીથી મસાલાનું સંયોજન કરવું પડે છે. સચંળ અને આમચૂર પાવડર વગેરેનો ઉપયોગ ચાટ મસાલાને કડક અને ઉગ્ર સુગંધવાળો બનાવે છે અને તૈયાર કરેલી ડીશમાં તેનો મહત્વ આપણી સમક્ષ નજરે પડે છે.
અને તેના વડે અપેક્ષિત આનંદદાઇ સુવાસ પણ મળી રહે છે. અહીં અમે તમને એક આદર્શ રીત જણાવી છે જેના વડે તમને સપ્રમાણ મિશ્રણ મળી રહે. આમ તૈયાર થતો ચાટ મસાલો લાંબો સમય સુધી રાખી શકો એવો તૈયાર થાય છે.
નામ સૂચવે છે તેમ, આ ચાટ મસાલાનો ઉપયોગ મોટા ભાગની ચાટ વાનગીઓ માં થાય છે.
ચાટ મસાલો ની રેસીપી બનાવવા માટે- એક પહોળા નૉન-સ્ટીક પૅનમાં જીરૂ મેળવી મધ્યમ તાપ પર ૧ મિનિટ સુધી સૂકું શેકી લીધા પછી તેને એક ડીશમાં કાઢી ૨ થી ૩ મિનિટ સુધી ઠંડું થવા બાજુ પર રાખો.
- હવે એક મિક્સરની નાની જારમાં આ શેકેલા જીરા સાથે કાળા મરી મેળવી મિક્સરમાં ફેરવી સુંવાળું પાવડર તૈયાર કરો.
- આ પાવડરને ગરણી વડે ચાળીને ગરણીમાં બાકી રહેલા કરકરા મિશ્રણને કાઢી લો.
- હવે આ પાવડરમાં બાકી રહેલી વસ્તુઓ જેવી કે આમચૂર, સંચળ, મીઠું અને હીંગ મેળવી તમારા હાથની આંગળીઓ વડે તેને ૧ થી ૨ મિનિટ સુધી સારી રીતે મિક્સ કરી લો.
- આ ચાટ મસાલો પાવડરને હવાબંધ બરણીમાં ભરી રૂમ તાપમાનમાં રાખો અથવા રેફ્રીજરેટરમાં રાખી મૂકો.
Other Related Recipes
Accompaniments
ચાટ મસાલો ની રેસીપી has not been reviewed
Tried this recipe?. Post a review! Let everyone know how it turned out.
No critical reviews posted for this recipe
You are not signed in. To post a recipe review note requires you to
Sign In to your account
Rate this recipe
Review this recipe (optional)
You are not signed in. To post a private recipe note requires you to
Sign In to your Gold or Silver account
Add your private note to this recipe