કોબી જુવારના મુઠીયા રેસીપી | ગુજરાતી કોબીના મુઠીયા | હેલ્ધી કોબી જુવારના મુઠીયા | Cabbage Jowar Muthias
તરલા દલાલ દ્વારા
Added to 243 cookbooks
This recipe has been viewed 9056 times
કોબી જુવારના મુઠીયા રેસીપી | ગુજરાતી કોબીના મુઠીયા | હેલ્ધી કોબી જુવારના મુઠીયા | Cabbage Jowar Muthias in Gujarati | with 25 amazing images.
મુઠીયા જેવી વાનગી ગુજરાતીઓની સદા પસંદગી જેવી વાનગી છે પણ બીજા લોકો માટે તો એક નવી વાનગી જેવી છે. મુઠીયાના લોટના ગોળાને બાફવામાં આવે છે અને તેમાં ૨ થી ૩ જાતના લોટનું સંયોજન હોય છે ઉપરાંત તેમાં વિવિધ શાક જેવા કે મેથી, મૂળા, દૂધી વગેરે ઉમેરી તેને સુગંધી બનાવવામાં આવે છે.
અહીં આ હેલ્ધી કોબી જુવારના મુઠીયામાં કોબી અને જુવારના લોટનું સંયોજન છે જે ભરપુર ફાઇબર અને મસ્ત સુગંધ ધરાવે છે. તમારા શરીરમાં કેલરીની માત્રા ઓછી કરવા આ મુઠીયા અજમાવવા જેવા છે પણ તેના વઘારમાં તેલનો ઉપયોગ ઓછી માત્રામાં કરવો. આ ગુજરાતી કોબીના મુઠીયા નાસ્તા માટે અતિ ઉત્તમ છે અને ફળ કે ફળના રસ સાથે જરૂરથી માણી શકાય એવા છે.
Method- કોબી જુવારના મુઠીયા ની રેસીપી બનાવવા માટે, એક ઊંડા બાઉલમાં કોબી, જુવારનો લોટ, દહીં, કોથમીર, લીંબુનો રસ, આદુ-લીલા મરચાંની પેસ્ટ, લસણની પેસ્ટ, ૧/૪ ટીસ્પૂન હીંગ અને મીઠું મેળવી સારી રીતે મિક્સ કરી ૧/૪ કપ પાણી વડે સુંવાળી કણિક તૈયાર કરો.
- આ કણિકના ૨ સરખા ભાગ પાડી દરેક ભાગને ૧૨૫ મી. મી. (૫") લાંબો ગોળ નળાકાર બનાવી લો.
- હવે એક તેલ ચોપડેલી ચારણીમાં આ તૈયાર કરેલા ૨ રોલ મૂકીને ચારણીને બાફવવાના વાસણમાં મૂકી ૨૦ થી ૨૫ મિનિટ સુધી બાફી લીધા પછી તેને ઠંડા થવા બાજુ પર રાખો.
- જ્યારે રોલ સંપૂર્ણ ઠંડા થઈ જાય ત્યારે તેના ૧૩ મી. મી. (૧/૨")ની જાડાઇના ટુકડા પાડી બાજુ પર રાખો.
- હવે એક પહોળા ખુલ્લા નૉન-સ્ટીક પૅનમાં તેલ ગરમ કરી તેમા જીરૂ મેળવો.
- જ્યારે દાણા તતડવા માંડે, ત્યારે બાકી રહેલી ૧/૪ ટીસ્પૂન હીંગ તથા કડીપત્તાં ઉમેરી થોડી સેકંડ સુધી સાંતળી લો.
- તે પછી તેમાં ટુકડા કરેલા મુઠીયા ઉમેરી ફળવેથી ઉપર નીચે હલાવીને મધ્યમ તાપ પર ૨ થી ૩ મિનિટ અથવા મુઠીયા હલકા બ્રાઉન રંગના થાય ત્યાં સુધી રાંધી લો.
- કોથમીર વડે સજાવીને લીલી ચટણી સાથે ગરમા-ગરમ પીરસો.
Other Related Recipes
Accompaniments
કોબી જુવારના મુઠીયા ની રેસીપી has not been reviewed
No critical reviews posted for this recipe
You are not signed in. To post a recipe review note requires you to
Sign In to your account
Rate this recipe
Review this recipe (optional)
You are not signed in. To post a private recipe note requires you to
Sign In to your Gold or Silver account
Add your private note to this recipe