You are here: હોમમા> કોર્સ, મુખ્ય કોર્સ વાનગીઓ, શરુ, મીઠાઈઓ > ભારતીય મીઠાઈ | ઈંડા વગરની ભારતીય મીઠાઈ | > પાઇ / ટાર્ટસ્ > બનોફી પાઇ ની રેસીપી
બનોફી પાઇ ની રેસીપી
 
                          Tarla Dalal
14 May, 2019
Table of Content
| 
                                     
                                      About Banoffee Pie, Bpa Free Banoffee Pie
                                     
                                      | 
                               
| 
                                   
                                    Ingredients
                                   
                                    | 
                             
| 
                              
                               Methods
                              
                               | 
                           
| 
                                   
                                       બનોફી પાઇના બિસ્કીટના થર બનાવવા માટે
                                       
                                            | 
                           
| 
                                   
                                       બનોફી પાઇના કૅરમલ સૉસ માટે
                                       
                                            | 
                           
| 
                                   
                                       બનોફી પાઇની રેસીપી બનાવવા માટે આગળની રીત
                                       
                                            | 
                           
| 
                               
                                 Nutrient values 
                               
                                | 
                           
બનોફી પાઇ નામ વાંચીને તમને જરૂર ખ્યાલ આવી જશે કે આ વાનગીમાં કેળા અને ટોફી જરૂર હશે. અહીં અમે તમારા માટે સ્વાદિષ્ટ બનોફી પાઇ ઝડપથી અને સરળ રીતે ઘેર જ તૈયાર કરવાની રીત રજૂ કરી છે.
મૂળ તો તેમાં બટરવાળા બિસ્કીટના ભુક્કાનું થર અને સ્લાઇસ કરેલા કેળા સાથે સ્વાદિષ્ટ અને દૂધવાળું કૅરમલ સૉસ છે, જે આ ડેઝર્ટને ટોફી જેવો સ્વાદ આપે છે. આ પાઇ ફીણેલા ક્રીમથી ભરપુર છે અને સાથે કૅરમલના તીવ્ર સ્વાદની સામે મજેદાર કેળાની સૌમ્યતા પણ ધરાવે છે. ઉપરથી ખમણેલી ચોકલેટની સજાવટ આ બનોફી પાઇને બધાની મનગમતી બનાવે છે.
તમે તમારા પ્રિયજન અને તમારી જાતને અન્ય કેળાના બીજા વ્યંજન સાથે પણ સારવાર કરી શકો છો જેમ કે કેળા અને અખરોટના મફિન અને કેળાનું પોંગલ.
બનોફી પાઇ ની રેસીપી - Banoffee Pie, Bpa Free Banoffee Pie recipe in Gujarati
Tags
Soaking Time
0
Preparation Time
20 Mins
Cooking Time
8 Mins
Baking Time
0 Mins
Baking Temperature
0
Sprouting Time
0
Total Time
28 Mins
Makes
6 માત્રા માટે
સામગ્રી
બનોફી પાઇના બિસ્કીટના થર બનાવવા માટે
બનોફી પાઇના કૅરમલ સૉસ માટે
1/2 કપ માખણ (butter, makhan)
1/2 કપ બ્રાઉન શુગર (brown sugar)
બનોફી પાઇ બનાવવા માટે બીજી જરૂરી વસ્તુઓ
બનોફી પાઇના સજાવવા માટે
2 ટેબલસ્પૂન ખમણેલી મિલ્ક ચૉકલેટ
વિધિ
બનોફી પાઇના બિસ્કીટના થર બનાવવા માટે
 
- એક ઊંડા બાઉલમાં બિસ્કીટ અને પીગળાવેલું માખણ મેળવી સારી રીતે મિક્સ કરી લો.
 - હવે આ મિશ્રણને ૭”ના નીચેથી ખુલ્લા એવા કેકના ટીનમાં સરખી રીતે પાથરી લો.
 - તે પછી તેને રેફ્રીજરેટરમાં ૧૫ થી ૨૦ મિનિટ સુધી રાખી મૂકો.
 
બનોફી પાઇના કૅરમલ સૉસ માટે
 
- એક ખુલ્લા નૉન-સ્ટીક પૅનમાં માખણ અને બ્રાઉન શુગર મેળવી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૪ મિનિટ સુધી સતત હલાવતા રહી રાંધી લો.
 - તે પછી તેમાં કન્ડેન્સ્ડ મીલ્ક મેળવી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૩ થી ૪ મિનિટ સુધી સતત હલાવતા રહી રાંધી લો.
 - તે પછી તાપ બંધ કરી મિશ્રણને સંપૂર્ણ ઠંડું થવા બાજુ પર રાખો.
 
બનોફી પાઇની રેસીપી બનાવવા માટે આગળની રીત
 
- હવે બિસ્કીટના તૈયાર કરેલા થરની ઉપર ૧/૨ કપ સ્લાઇસ કરેલા કેળાને સરખી રીતે ગોઠવી દો.
 - તે પછી તેની પર તૈયાર કરેલું કૅરમલ સૉસ સરખી રીતે રેડી બટર નાઇફ વડે સરખા પ્રમાણમાં પાથરી લો.
 - તે પછી તેની પર ૧/૨ કપ વ્હીપ્ડ ક્રીમ રેડી સરખી રીતે પ્રમાણસર પાથરી લો.
 - હવે તેની પર બાકી રહેલા ૧/૨ કપ કેળાની સ્લાઇસ સરખી રીતે ગોઠવી લો.
 - તે પછી બાકી રહેલું ૧/૨ કપ વ્હીપ્ડ ક્રીમ તેની પર મૂકી ફરી બટર નાઇફ વડે સરખી રીતે પાથરી લો.
 - આમ તૈયાર થયેલા કેકના ટીનને એક પ્લેટ પર મૂકી તેને રેફ્રીજરેટરમાં ૪૫ મિનિટ સુધી રાખી મૂકો.
 - તે પછી તેને ટીનમાંથી છુંટુ પાડીને ખમણેલી ચોકલેટ વડે સજાવી લો.
 - બનોફી પાઇના ૬ સરખા ભાગ પાડી ઠંડું પીરસો.
 
- 
                                
- 
                                      
એક ઊંડા બાઉલમાં 1 કપ ચૂરો કરેલા ડાઇજેસ્ટીવ બિસ્કિટ અને 1/2 કપ પીગળાવેલું માખણ (melted butter) મેળવી સારી રીતે મિક્સ કરી લો.

                                      
                                     - 
                                      
હવે આ મિશ્રણને ૭”ના નીચેથી ખુલ્લા એવા કેકના ટીનમાં સરખી રીતે પાથરી લો.

                                      
                                     - 
                                      
તે પછી તેને રેફ્રીજરેટરમાં ૧૫ થી ૨૦ મિનિટ સુધી રાખી મૂકો.
 
 - 
                                      
 
- 
                                
- 
                                      
એક ખુલ્લા નૉન-સ્ટીક પૅનમાં 1/2 કપ માખણ (butter, makhan) અને 1/2 કપ બ્રાઉન શુગર (brown sugar) મેળવી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૪ મિનિટ સુધી સતત હલાવતા રહી રાંધી લો.

                                      
                                     - 
                                      
તે પછી તેમાં 1 કપ કન્ડેન્સ્ડ મીલ્ક (condensed milk) મેળવી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૩ થી ૪ મિનિટ સુધી સતત હલાવતા રહી રાંધી લો.

                                      
                                     - 
                                      
તે પછી તાપ બંધ કરી મિશ્રણને સંપૂર્ણ ઠંડું થવા બાજુ પર રાખો.
 
 - 
                                      
 
- 
                                
- 
                                      
હવે બિસ્કીટના તૈયાર કરેલા થરની ઉપર ૧/૨ કપ સ્લાઇસ કરેલા કેળા સરખી રીતે ગોઠવી દો.

                                      
                                     - 
                                      
તે પછી તેની પર તૈયાર કરેલું કૅરમલ સૉસ સરખી રીતે રેડી બટર નાઇફ વડે સરખા પ્રમાણમાં પાથરી લો.

                                      
                                     - 
                                      
તે પછી તેની પર ૧/૨ કપ બીટન વ્હીપ્ડ ક્રીમ (beaten whipped cream) રેડી સરખી રીતે પ્રમાણસર પાથરી લો.

                                      
                                     - 
                                      
હવે તેની પર બાકી રહેલા ૧/૨ કપ સ્લાઇસ કરેલા કેળા સ્લાઇસ સરખી રીતે ગોઠવી લો.

                                      
                                     - 
                                      
તે પછી બાકી રહેલું ૧/૨ કપ બીટન વ્હીપ્ડ ક્રીમ (beaten whipped cream) તેની પર મૂકી ફરી બટર નાઇફ વડે સરખી રીતે પાથરી લો.

                                      
                                     - 
                                      
આમ તૈયાર થયેલા કેકના ટીનને એક પ્લેટ પર મૂકી તેને રેફ્રીજરેટરમાં ૪૫ મિનિટ સુધી રાખી મૂકો.
 - 
                                      
2 ટેબલસ્પૂન ખમણેલી મિલ્ક ચૉકલેટ સજાવો.

                                      
                                     - 
                                      
બનોફી પાઇના ૬ સરખા ભાગ પાડી.

                                      
                                     - 
                                      
બેનોફી પાઇ, બીપીએ ફ્રી બેનોફી પાઇ ઠંડું પીરસો.

                                      
                                     
 - 
                                      
 
પ્લેટ દીઠ પોષક મૂલ્યો (સંક્ષિપ્ત)
| ઊર્જા | 607 કૅલ | 
| પ્રોટીન | 5.9 ગ્રામ | 
| કાર્બોહાઇડ્રેટ | 65.0 ગ્રામ | 
| ફાઇબર | 0.6 ગ્રામ | 
| ચરબી | 36.2 ગ્રામ | 
| કોલેસ્ટ્રોલ | 70 મિલિગ્રામ | 
| સોડિયમ | 319 મિલિગ્રામ | 
બઅનઓફફએએ પઈએ, બપઅ મુક્ત બઅનઓફફએએ પઈએ માં કેટલી કેલરી છે? કેલરી માટે અહીં ક્લિક કરો