You are here: હોમમા> કોર્સ, મુખ્ય કોર્સ વાનગીઓ, શરુ, મીઠાઈઓ > આસાન / સરળ મફીન > બનાના વોલનટ મફિન્સ રેસીપી
બનાના વોલનટ મફિન્સ રેસીપી
Table of Content
મેંદો અસ્વસ્થ્યકારક ગણાય છે અને કાયમ બાળકોના ભોજનથી તેને દૂર રાખવાની સલાહ આપવામાં આવે છે.
મેં આ વાનગીમાં ગુણકારી ઓટસ્, કેળા અને અખરોટનો ઉમેરો કરીને પ્રયોગાત્મક રીતે મફિનને પૌષ્ટિક બનાવ્યા છે.
કેળા અને અખરોટના મફિન - Banana Nut Muffins, Indian Style Eggless Muffins recipe in Gujarati
Tags
Soaking Time
0
Preparation Time
5 Mins
Cooking Time
0 Mins
Baking Time
0 Mins
Baking Temperature
0
Sprouting Time
0
Total Time
5 Mins
Makes
6 મફિન
સામગ્રી
Main Ingredients
1/4 કપ મસળેલા કેળા (mashed banana)
1 ટેબલસ્પૂન સમારેલા અખરોટ (chopped walnuts, akhrot)
4 ટેબલસ્પૂન મેંદો (plain flour , maida)
1/2 ટીસ્પૂન બેકિંગ પાવડર (baking powder)
1/4 કપ નરમ માખણ (soft butter)
1/4 કપ પીસેલી સાકર (powdered sugar)
1/4 ટીસ્પૂન વેનિલાનું ઍસન્સ ( vanilla essence )
2 ટેબલસ્પૂન ઓટ્સને ઝડપથી રાંધવા (quick cooking oats)
વિધિ
- મેંદા અને બેકિંગ પાવડરને ચારણી વડે એક ઊંડા બાઉલમાં ચાળીને બાજુ પર રાખો.
- બીજા એક બાઉલમાં સાકર અને માખણ મેળવીને ચપટા ચમચા (spatula) વડે તેને સારી રીતે મિક્સ કરી લો.
- તે પછી તેમાં મસળેલા કેળા, વેનીલાનું ઍસેન્સ અને અખરોટ મેળવીને સારી રીતે મિક્સ કરી લો.
- તેમાં મેંદાનું મિશ્રણ અને ઓટસ્ મેળવીને સારી રીતે મિક્સ કરી લો.
- તે પછી ૬ કપ માં બનાવેલું મિશ્રણ સરખી માત્રામાં રેડી લો.
- બધા કપને એક બેકિંગ ટ્રે પર ગોઠવીને આગળથી ગરમ કરેલા ઑવનમાં ૧૮૦° સે (૩૬૦° ફે)ના તાપમાન પર ૧૫ મિનિટ સુધી અથવા મફિનમાં ચાકૂ નાંખીને બહાર કાઢવાથી તે સાફ આવે ત્યાં સુધી બેક કરી લો.
- બધા મફિનને થોડા ઠંડા પાડ્યા પછી પેપર કપમાંથી કાઢી લો.
- હલકા ગરમ પીરસો.