સફરજનની રબડી | Apple Rabdi, Seb Rabri, Apple Rabadi
તરલા દલાલ દ્વારા
Added to 199 cookbooks
This recipe has been viewed 6699 times
પ્રખ્યાત રબડીમાં અહીં સફરજન મેળવી રબડીને ઘટ્ટ અને સુગંધીદાર બનાવવામાં આવી છે. સફરજનના સમાવેશથી તે જલદી પણ તૈયાર થઇ જાય છે અને રબડીનો સ્વાદ પણ મજેદાર બને છે. આ રબડીને માલપુઆ પર રેડીને પણ મજાથી ખાઇ શકાય છે.
Method- એક ખુલ્લા નૉન-સ્ટીક પૅનમાં દૂધ મેળવી મધ્યમ તાપ પર ૨૦ થી ૨૫ મિનિટ સુધી અથવા દૂઘ અડધું થઇ જાય ત્યાં સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહીને ઉકાળી લો.
- તે પછી તેમાં સાકર અને સફરજન મેળવી, મધ્યમ તાપ પર ૩ થી ૪ મિનિટ સુધી, વચ્ચે-વચ્ચે હલાવતા રહીને ઉકાળી લો.
- તે પછી તેમાં બદામ અને એલચીનો પાવડર મેળવી સારી રીતે મિક્સ કરી લો.
- આમ તૈયાર થયેલી રબડી લગભગ ૨ કલાક રેફ્રીજરેટરમાં ઠંડી થવા મૂકી દો.
- ઠંડી ઠંડી પીરસો.
હાથવગી સલાહ:- ખાસ યાદ રાખો કે સફરજનને રબડી બનાવતી વખતે જ ખમણવા, નહીં તો તે બ્રાઉન થઇ જશે.
Other Related Recipes
સફરજનની રબડી has not been reviewed
No critical reviews posted for this recipe
You are not signed in. To post a recipe review note requires you to
Sign In to your account
Rate this recipe
Review this recipe (optional)
You are not signed in. To post a private recipe note requires you to
Sign In to your Gold or Silver account
Add your private note to this recipe