એપલ જામ ની રેસીપી | Apple Jam
તરલા દલાલ દ્વારા
Added to 134 cookbooks
This recipe has been viewed 6044 times
એક વિપુલતાવાળું પીળા રંગનું લીંબુના સ્વાદવાળું આ એપલ જામ પાંઉ, બ્રેડ કે પૅનકેક સાથે સરસ મેળ બેસતું છે.
આ જામમાં તજનો પાવડર મેળવવાના બદલે જામ જ્યારે ગરમ હોય ત્યારે તેમાં આખા તજનો ટુકડો ઉમેરીને વાસણને થોડો સમય બંધ રાખશો, તો ધીમે-ધીમે તજની ખુશ્બુ તેમાં ઓગળવા માંડશે. જામમાં સફરજનનું મિશ્રણ કરતી વખતે સફરજનને મિક્સરમાં ફેરવવા કરતાં તેને ખમણીને જો તેમાં મેળવશો, તો આ જામ ખાસ અલગ પ્રકારનું તૈયાર થશે.
આ વાનગીની ખાસિયત તો એ છે કે તેને બહુ ટુંક સમયમાં માઇક્રોવેવમાં બનાવીને ક્યારે પણ તૈયાર કરી શકાય છે.
Method- એપલ જામ ની રેસીપી બનાવવા માટે, એક માઇક્રોવેવ સેફ બાઉલમાં સફરજન અને સાકર મેળવી ઉંચા તાપમાન પર ૨ મિનિટ સુધી માઇક્રોવેવ કરી લો.
- પછી બાઉલને માઇક્રોવેવમાંથી બહાર કાઢી તેમાં લીંબુનો રસ અને તજનો પાવડર મેળવી સારી રીતે મિક્સ કરી, ફરીથી બાઉલને માઇક્રોવેવમાં મૂકી ઉંચા તાપમાન પર ૨ ૧/૨ મિનિટ સુધી માઇક્રોવેવ કરી લો.
- તે પછી તેને ઠંડું પાડી હવાબંધ બરણીમાં ભરીને રેફ્રીજરેટરમાં રાખો.
- જ્યારે જરૂર પડે ત્યારે ઉપયોગ કરો.
Other Related Recipes
Accompaniments
એપલ જામ ની રેસીપી has not been reviewed
No critical reviews posted for this recipe
You are not signed in. To post a recipe review note requires you to
Sign In to your account
Rate this recipe
Review this recipe (optional)
You are not signed in. To post a private recipe note requires you to
Sign In to your Gold or Silver account
Add your private note to this recipe