ભારતીય જમણમાં અખરોટનો ઉપયોગ શીરો, સલાડ, ચીકી, ડીપ્સ, કેક અને બિસ્કિટ બનાવવા માટે થાય છે.
અખરોટના ફાયદા, આરોગ્ય લાભો (benefits of walnuts, akhrot in Gujarati)
ગ્લાયસીમિક ઈન્ડેક્સ ના અખરોટ ,Walnutsઅખરોટ નું ગ્લાયસીમિક ઈન્ડેક્સ 14 to 20 હોય છે, જે ઓછું ગણાય છે. ગ્લાયસીમિક ઈન્ડેક્સ (જી. આઇ.) એટલે, તમારા રોજના ખોરાકમાં રહેલીકાર્બોહાઈડ્રેટ ચુક્ત સામગ્રી તમારા રક્તમાં શર્કરાના સ્તરને કેટલી ઝડપથી વધારે છે તેનું ક્રમાંક હોય છે. ૦ થી ૫૦ ની નીચેનું ગ્લાયસીમિક ઈન્ડેક્સધરાવતી સામગ્રીની ગણત્રી ઓછા જી. આઇ. માં થાય છે, ૫૧ થી ૬૯ ની વચેનું ગ્લાયસીમિક ઈન્ડેક્સ ધરાવતી સામગ્રીની ગણત્રી મધ્યમ જી. આઇ. માંથાય છે અને ૭૦ થી ૧૦૦ ની વચેનું ગ્લાયસીમિક ઈન્ડેક્સ ધરાવતી સામગ્રીની ગણત્રી ઉચ્ચ જી. આઇ. માં થાય છે. ઉચ્ચ જી. આઇ. ધરાવતી સામગ્રીડાયાબિટીસ અને વજન ઘટાડવા માટે ઉપયુક્ત નથી ગણાતી. અખરોટ જેવી સામગ્રીનું જી. આઇ. ઓછું હોય છે અને તેથી તે તમારા રક્તમાં શર્કરાનાસ્તરને ઝડપથી વધારતું નથી અને શરીરમાં ધીમે-ધીમે શોષાય છે. આવી બધી સામગ્રી વજન ઘટાડવા માટે ઉપયુક્ત ગણાય છે.